આંધ્રપ્રદેશમાં એક નહિ બે નહિ પાંચ ઉપમુખ્ય મંત્રી હશે : જગમોહન રેડ્ડી

0
10

અમરાવતી,તા.૭
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગનમોહન રેડ્ડીએ નિર્ણય લીધો છે કે તેમના રાજ્યમાં એક નહીં પરંતુ પાંચ ઉપમુખ્ય મંત્રી રહેશે. અત્યાર સુધી દેશના કોઈ પણ રાજ્યમાં પાંચ ઉપમુખ્ય મંત્રી રાખવામાં આવ્યા હોય તેવું બન્યું નથી. આંધ્રપ્રદેશન આવું કરનારૂ પ્રથમ રાજ્ય રહેશે. રેડ્ડીના મંત્રીમંડળમાં અનુસૂચિત જાતિ, જનજાતિ, પછાત વર્ગ, લઘુમતી અને કાપૂ સમુદાયથી એક-એક ઉપમુખ્ય મંત્રી હશે. તેમણે શુક્રવારે પાર્ટીના ધારાસભ્યો સાથેની બેઠકમાં આ જાહેરાત કરી હતી.
મુખ્યમંત્રીની કેમ્પ ઓફિસમાં તમામ નવા ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક યોજાઈ હતી. બેઠકને સંબોધિત કરતા જગનમોહન રેડ્ડીએ કહ્યું હતું કે તતેઓ નવા મંત્રીઓને લોકોની લાગણીઓને ધ્યાનમાં રાખીને લેશે. તેમણે જાણકારી આપી છે કે ૨૫ સભ્યોની મંત્રી પરિષદની શપથવિધી શનિવારે હશે. રેડ્ડીએ આ નિર્ણય બાદ પાર્ટીના સાંસદ એમએમ શૈકે ખુશી વ્યક્ત કરી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્ય છે કે જગનમોહન ભારતના અત્યાર સુધીના સર્વશ્રેષ્ઠ મુખ્યમંત્રી સાબિત થશે.
જગનમોહને જણાવ્યું હતું કે તે અઢી વર્ષ બાદ કેબિનેટમાં ફેરફાર કરશે. તેમણે ધારાસભ્યોને લોકોની સમસ્યાઓને લઈને સાવચેતીપૂર્વક કામ કરવાનું કહ્યું છે. તેમણે કહ્યું છે કે લોકોની નજર સરકારના પ્રદર્શન પર રહેશે અને તેઓ લોકોને વાઈએસઆરપીસીની સરકાર અને ગત સરકાર વચ્ચેનો ફરક દેખાડવાનો છે.
નોંધનીય છે કે રાજ્યમાં શાનદાર પ્રદર્શન કરતા વાઈએસઆરસીપીએ વિધાનસભા ચૂંટણીમાં ૧૭૫માંથી ૧૫૧ બેઠકો પોતાના નામે કરી હતી. ચંદ્રબાબુ નાયડુની તેલુગુ દેશન પાર્ટીને કારમા પરાજયનો સામનો કરવોપ ડ્યો હતો. તેમના પક્ષને ફક્ત ૨૩ બેઠકો મળી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY