અંબાજી,તા.૫
શકિતપીઠ અંબાજી ખાતે માં અંબેના સાનિધ્યમાં પવિત્ર ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ આજથી પ્રારંભ થયો છે. આ નિમિત્તે મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ચૈત્રી નવરાત્રિને દરમિયાન દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ અંબાજી દર્શન માટે આવતા હોય છે. ત્યારે સુરક્ષાના ભાગરૂપે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે.
અંબાજી મંદિર આરતી દર્શનનો સમય
આરતી સવારે- ૭થી ૭.૩૦
દર્શન સવારે-૮થી ૧૧.૩૦
રાજભોગ બપોરે- ૧૨ વાગ્યે
દર્શન બપોરે- ૧૨.૩૦થી ૪.૩૦
આરતી સાંજે- ૭થી ૭.૩૦
દર્શન સાંજે- ૭.૩૦થી ૯
ચૈત્ર સુદ આઠમઃ આરતી સવારે- ૬ વાગ્યે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





