સાંતલપુર,તા.૧૧
સાંતલપુર તાલુકા સરપંચ એસોસિએશન દ્વારા કલેક્ટરને તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારને ક્રિમિલિયર અને આવકના દાખલાઓની કામગીરી અડધોઅડધા ગામની કામગીરીની ફાળવણી કરવા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. સાંતલપુર તાલુકાના બોત્તેર ગામની કામગીરીમાં ટીડીઓને સિત્તેર ગામ જ્યારે મામલતદારને ને કેવળ બે જ ગામની કામગીરી સોંપેલી હોવાથી ટીડીઓ ઓફિસમાં અરજદારો ની લાંબી લાઈનો જાવા મળે છે અને અરજદારો ને દાખલાઓ ટાઈમસર ના નીકળતા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે.
સાંતલપુર તાલુકા સરપંચ એસોસિએશને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી કે આમ પણ તાલુકા ઓફિસમાં કામગીરીનું ભારણ વધારે હોવાથી અને હવે આ દાખલાઓની કામગીરીનું પણ વધુ પડતું કામ હોવાથી બીજી પણ વિકાસની કામગીરી સમયસર થઈ શકતી નથી. તેથી ક્રિમિલિયર અને આવકના દાખલાઓની કામગીરી બન્ને ઓફિસ વચ્ચે સરખી કરવામાં આવે તો એક કચેરી પર કામનું ભારણ પણ ના રહે અને અરજદારોને પણ હેરાનગતિ ના ભોગવવી પડે તેવી રજુઆત સાંતલપુર તાલુકાના સરપંચો દ્વારા પાટણ જિલ્લા કલેકટરને કરવામાં આવી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



