તક્ષશિલામાંથી બાળકોનો જીવ બચાવનારનું રાજ્યપાલના હસ્તે સન્માન

0
6

સુરત,તા.૧૧
સરથાણા ખાતે આવેલા તક્ષશિલા આર્કેડ અગ્નિકાંડમાં એક તરફ ૨૨ નિર્દોષોએ જીવ ગુમાવ્યા હતા. આ જ અગ્નિકાંડમાં પોતાના જીવના જાખમે ઘણાં બધાં વિદ્યાર્થીઓને બચાવવાની કામગીરી કેતન ચોરવાડિયાએ કરી હતી. ગાંધીનગરમાં રાજભવન ખાતે કેતનનું રાજ્યપાલના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
ફાયર બ્રિગ્રેડ પણ જે કામગીરી કરવામાં ઊણું ઉતરતા કેતન ચોરવાડીયાએ સમયસૂચકતા દાખવીને બાળકોને બચાવ્યા હતા. કેતન ચોરવાડિયાની બહાદૂરીભરી કામગીરીના અહેવાલ મિડીયામાં પ્રસિધ્ધ થતા રાજયપાલ ઓ.પી.કોહલી પણ તેનાથી વાકેફ થયા હતા. આથી તેમણે કેતન ચોરવાડિયાને મળવાની ઇચ્છા વ્યકત કરી હતી. જેના પરિણામે કેતન ચોરવાડિયાને રાજભવન ખાતે બોલાવીને તેમનું સન્માન કર્યુ હતું.
દુર્ઘટના સમયે કેતન ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. નજીકમાં જ ઘર હતું છતાં તે કંઈ બીજુ વિચારવાની જગ્યાએ તક્ષશિલામાં ઉપર ચડ્યો હતો. સાઈડમાંથી વિદ્યાર્થીઓને ઉતારી રહ્યો હતો. જેમાં તેને પોતાને પણ આગના કારણે ઈજા પહોંચી હતી. કેતનની જેમ ઘણા લોકોએ હિંમત દાખવીને આગમાં ફસાયેલા માસૂમોને બહાર કાઢવા હિંમત અને શોર્યના દર્શન કરાવ્યાં હતાં.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY