ગાંધીનગર,તા.૬
મહિલા શિક્ષકોએ કેવા કપડાં પહેરવા તેનો નિર્ણય અલગ અલગ શૈક્ષણિક સંસ્થાઓ કરતી હોય છે પરંતુ સરકારે જાહેર કર્યું છે કે સરકારી સ્કૂલોમાં મહિલાઓ સાડી ઉપરાંત પંજાબી ડ્રેસ પહેરી શકશે. રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.
રાજ્યમાં એવી કેટલીક ખાનગી સ્કૂલો છે કે જ્યાં મહિલા શિક્ષકો સાડી, પંજાબી ઉપરાંત જીન્સ-ટીશર્ટમાં બાળકોને ભણાવવા આવતી હોય છે પરંતુ સરકારના આદેશ પછી ટૂંકા વસ્ત્રો નહીં પહેરવાની સૂચના આપવામાં આવેલી છે. સરકારી સ્કૂલોમાં મહિલા શિક્ષકો માટે સાડી ફરજિયાત છે. બાળકોને ભણાવતી વખતે સ્કૂલમાં સાડી પહેરવાનો રિવાજ છે પરંતુ હવે સરકારે નિર્ણય કર્યો છે કે સાડી ઉપરાંત મહિલાઓ પંજાબી ડ્રેસ પહેરી શકશે. અધિકારીઓ તેમજ પદાધિકારીઓ તરફથી થતી હેરાનગતિ બંધ કરવાની પણ સરકારે સૂચના આપી છે.
બાળકોને ભણાવતી વખતે શિક્ષકની વર્તણૂક તેમજ તેમનો પહેરવેશ મહત્વ નો સાબિત થતો હોય છે. બાળકો તેમની સ્કૂલમાં શિક્ષકને માનથી જાતા હોય છે. જા શિક્ષક સારા વસ્ત્રો પહેરીને આવે તો તેનું માન-પાન જળવાઈ રહે છે તેથી સરકારે મહિલાઓ માટે સાડી નિયત કરી હતી પરંતુ હવે તેમાં છૂટછાટ આપીને પંજાબી ડ્રેસ પણ પહેરી શકશે તેવો આદેશ કર્યો છે અને તેનું પાલન કરવાની સૂચના આપી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


