નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે ભારતના લોંખંડી પુરૂષ ગણાતા સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાનુ લોકાર્પણ થવા જઇ રહ્યુ છે.
આ પ્રતિમાનુ લોકાર્પણ કરવામાં આવ્યા બાદ નર્મદા જિલ્લાની વિકાસની ગતિ અનેક ગણી ઝડપી બનવાના સંકેત દેખાઇ રહ્યા છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીએ વિકાસના દ્ધાર ખોલી કાઢ્યા છે.
હવે ટુંક સમયમાં જ નર્મદા પછાત જિલ્લાઓની યાદીમાંથી બહાર નિકળી જાય તેવી શક્યતા છે. સંભાવનાના દ્વારા ખુલી ગયા છે. ચિત્ર પણ બદલાવવા લાગી ગયા છે. નર્મદા જિલ્લાના મુખ્યાલય રાજપીપળાથી કેવડિયા સુધી દોરી જતા જુના માર્ગ પર નવા પુલનુ નિર્માણ કરામ શરૂ કરી દેવામાં આવ્યુ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના દરેક વિસ્તારો બાગ બગીચાથી સુગંધિત થઇ ગયા છે. આના કારણે જિલ્લાનુ ચિત્ર બદલાઇ રહ્યુ છે. સૌથી ઉંચી પ્રતિમાના કારણે કેવડિયા આંતરરાષ્ટ્રીય સ્તર પર મુખ્ય પ્રવાસ સ્થળ તરીકે વિકસિત કરવાની વાત થઇ રહી છે. દેશ વિદેશના લોકો અહીં મોટી સંખ્યામાં આવવા લાગશે ત્યારે પ્રવાસને વિકાસના પંખ લાગી જશે.
મોટા હોટેલ્સ, રેસ્ટોરન્ટ જ નહીં બલ્કે ટેક્સી, ઓટોમોબાઇલ જેવા આર્થિક ક્ષેત્રમાં પણ તેજી આવનાર છે. રાજપીપળાથી કેવડિયા તરફ દોરી જતા રસ્તાના કાયાકલ્પ જાવા મળી રહ્યા છે. માર્ગોના બંને બાજુ વિકાસની ગાથા લખાવવાની શરૂઆત શઇ ચુકી છે. રસ્તા પર બહુમાળી કોમર્શિયલ સંકુળ આવવા લાગી ગયા છે. માર્ગના કિનારે રહેલી ચા અને રસ્તાની દુકાનો પર લોકોની ભીડ જામવા લાગી ગઇ છે. લોકો કેવડિયા પહોંચવા માટે ઉત્સુક બની ગયા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના રસ્તાને પુછવા માટે લોકો રોકાવવા લાગી ગયા છે. બીજ બાજુ લોકોને રોજગારીની પણ પુરતી તક મળનાર છે. પ્રવાસી આવશે. તેમના સ્વાગત માટે મોટી સંખ્યામાં લોકોને રોજગારી મળશે.
આદિવાસી સમાજના લોકો હસ્ત કલામાં મહારત ધરાવે છે. આવી સ્થતમાં તેમની પ્રગતિ પણ થશે. લાકડા અને અન્ય ચીજા પર કુશળતાથી કામ કરવુ તેમને આવડે છે જેથી તેમની આવકના સાધન પણ હવે વધી જશે. હસ્ત કલા અને કલા સંસ્કૃતિને વેગ મળશે. એંકદરે નર્મદા જિલ્લા માટે સરદાર પટેલની પ્રતિમા પારસ સાબિત થશે તેમાં કોઇ બે મત નથી. ઐતિહાસિક સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં નિર્માણાધિન ટેન્ટ સીટી હવે આકર્ષણનુ કેન્દ્ર બનનાર છે. નર્મદા મૈયાના કુદરતી સાનિધ્યમાં ૭૦ હજાર ચોરસ મીટર વિસ્તારમાં ૨૫૦ ટેન્ટનુ વિશાળ નગર નિર્માણ કરવામાં આવ્યુ છે. પહાડોની વચ્ચે તૈયાર તેની સુન્દરતા જાવાલાયક છે. ટેન્ટ સીટીને આધુનિક સુવિધા સાથે સજ્જ કરવામાં કોઇ કમી રાખવામાં આવી નથી. પ્રવાસીઓ અહીંથી સ્ટેચ્યુ ઓફ યુનિટીની સાથે સાથે નર્મદા બંધ અને કુદરતી નજારાને જાઇ શકશે.
પહેલી નવેમ્બર બાદથી આને પ્રવાસીઓ માટે ખોલી દેવામાં આવનાર છે. ટેન્ટ સીટીમાં સેમી ડીલેક્સ અને ડીલેક્સ સહિત ૨૫૦ ટેન્ટ બનાવવામાં આવ્યા છે.ટેન્ટ સીટી દેશભરના સહેલાણીઓ માટે અનેરો લ્હાવો પૂરો પાડશે. પૂર્ણ સલિલા નર્મદા નદીના કુદરતી સૌન્દર્યની વચ્ચે ટેન્ટ સીટીનું નિર્માણ કરાયું છે. તળાવ નં -૩ અને તળાવ નં -૪ના કિનારે પચાસ હજાર ચોમી અને વીસ હજાર ચોમી એમ બે સ્થાન ઉપર આ ટેન્ટ સીટી આકાર લઇ રહ્યુ છે. આ ટેન્ટ સીટીમાં જરૂરી માળખાકીય સુવિધાઓ, રોડ, વીજળી, પીવાનું પાણી જેવી શ્રેષ્ઠ સગવડો ઉપરાંત સમથળ જમીન ઉપર વિવિધ ભૂમિદ્રશ્યો ઉભા કરવામાં આવ્યા છે. તળાવ નં.૪ નજીકના પ્રથમ ટેન્ટ સીટીમાં પચાસ ટેન્ટ અને તળાવ નં.૩ના કિનારે આવેલા બીજા ટેન્ટ સીટીમાં ૨૦૦ ટેન્ટ બાંધવામાં આવ્યા છે.
પ્રવાસીઓને ટેન્ટ સીટી ખાતે વડોદરાથી જવા આવવાની વ્યવસ્થા તથા સ્થાનિક ફરવાલાયક સ્થળોની મુલાકાત જેવી સુવિધા ઉભી કરવામાં આવી રહી છે. આ ટેન્ટ સીટીને કારણે ઉભી થનારી રોજગારીની તકો પૈકી ૮૫ થી ૯૦ ટકા રોજગારીની તકો સ્થાનિક યુવાઓ માટે નિર્માણ થશે જેનાથી સ્થાનિક લોકોને માત્ર રોજગારી મળશે એવું નથી આ વિસ્તારના આર્થિક વિકાસને નવો વેગ મળશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી સંકુલ ખાતે ખાસ તાલીમ પામેલા ગાઇડની સેવા પણ ઉપલબ્ધ હશે. જુદા જુદા ક્ષેત્રોમાં રોજગારીની તક સર્જાશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેની આસપાસના વિસ્તારોમાં અન્ય કેટલીક શાનદાર હોટેલ અને રેસ્ટોરન્ટ પણ હવે તૈયાર કરવામાં આવનાર છે. આ ક્ષેત્રે પણ રોજગારી લોકોને મળશે. આવાસનુ મોટા પાયે નિર્માણ કરવામાં આવનાર છે.ટુંકમાં દરેક ક્ષેત્રમાં નર્મદાની વિકાસ કુચ અનેક ગણી વધી જશે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





