આ ઐતિહાસિક પળે વેદોક્ત ગણેશ મંત્ર-સ્વસ્તિ વાચન તથા નર્મદા મંત્રના ગાન સાથે જલાભિષેક કરાશે, અને રાષ્ટ્રાપણનો સંકલ્પ કરાશે

0
22

‘સરદારને સન્માન’ : સ્ટેચ્યુ ઓફ યુનિટીનું પીએમ મોદી કરશે લોકાર્પણ
કેવડિયા,તા.૩૦
વિશ્વની સૌથી મોટી સરદાર પટેલની પ્રતિમા બનીને તૈયાર થઈ છે. આવતીકાલે પીએમ મોદીના હસ્તે ૧૮૨ મીટરની ઉંચાઈવાળી સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ થશે. લોકાર્પણને લઈને તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. તંત્ર દ્વારા સુરક્ષાને લઈને હજારો પોલીસકર્મીઓ પણ તૈનાત કરવામાં આવ્યા છે.
૩૧ ઓક્ટોબરના સવારે ૯ કલાકે પ્રધાનમંત્રીનું ડેમનાં હેલીપેડ ખાતે આગમન થશે. ૯.૧૦ કલાકે વેલી ઓફ ફ્લાવરની મુલાકાત લેશે. ૯.૫૦ કલાકે ટેન્ટ સીટી પર આગમન થશે. ૧૦.૧૫ કલાકે સભા સ્થળ પર આગમન થશે. ૧૦.૨૦ કલાકે વોલ ઓફ યુનિટીની મુલાકાત લેશે. ૧૧.૩૫ કલાકે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરશે. આ દરમિયાન ભાજપ અધ્યક્ષ અમિત શાહ, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને અનેક રાજ્યોના મુખ્યમંત્રી હાજર રહેશે.
લોકાર્પણના સમયે પ્રતિમા પર હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરવામાં આવશે. આ સાથે જ આ દરમિયાન ફોટોગ્રાફી પણ કરવામાં આવશે. ફોટોગ્રાફી માટે અલગથી સ્ટેજ પણ બનાવવામાં આવ્યું છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્મારકને તા. ૩૧મી ઓક્ટોબરે સરદાર પટેલની જન્મ જયંતિ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી રાષ્ટÙને અર્પણ કરશે ત્યારે ભારતીય વાયુ સેના ‘ફ્લાય પાસ’ કાર્યકમ દ્વારા આ વૈશ્વિક ઘટનાને યાદગાર બનાવશે.
આ ‘ફ્લાય પાસ’ કાર્યકમ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સ્મારકના સ્થળ ઉપર પહોંચીને સ્ટેચ્યુ ઓફ યુનિટીના અનાવરણ માટે બટન દબાવશે તે જ ક્ષણે ભારતીય વાયુસેનાની સૂર્યકિરણની ટીમ સાધુ બેટના આકાશમાં ગગનભેદી નાદ સાથે ઉપÂસ્થત થશે અને ભારતીય તિરંગાની પ્રતિકૃતિથી સમગ્ર આકાશને કેસરી, સફેદ અને લીલા રંગથી ભરી દેશે.
આ પ્રસંગે ઉદબોધન બાદ વડાપ્રધાન જ્યારે રાષ્ટ્રીય એકતાના પ્રતિક સમી ‘ધ વોલ ઓફ યુનિટી’નું અનાવરણ કરશે તે જ ક્ષણે ત્રણ જગુઆર ફાઇટર જેટ એકદમ નીચી કક્ષામાં નર્મદા ડેમ ઉપરથી સ્ટેચ્યુ ઓફ યુનિટીની દિશામાં ઉડાન ભરશે.
‘ધ વોલ ઓફ યુનિટી’નું અનાવરણ થયા બાદ વડાપ્રધાન મોદી જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્મારક ખાતે જઇને સરદાર પટેલના ચરણોમાં શ્રદ્ધા સુમન અર્પણ કરશે તે જ ક્ષણે ભારતીય વાયુસેનાના બે એમઆઇ-૧૭ હેલિકોપ્ટર પણ આકાશમાં એ જ સ્થાને ઉપસ્થિત થશે અને વડાપ્રધાનની સાથે સમગ્ર દેશના પ્રતિનિધિત્વ સ્વરૂપે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપર સરદાર પટેલના ચરણોમાં પુષ્પવૃષ્ટી કરશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY