દેશભરના ૩૩ રાજ્યોના કલાકારો દ્વારા ભવ્યાતિભવ્ય ભવ્ય રંગારંગ કાર્યક્રમ યોજાશે

0
17

કેવડિયા,તા.૩૦
ભારતના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની કેવડીયા કોલોની ખાતે વિશ્વની સૌથી ઉંચી ૧૮૨ મીટરની પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ૩૧ ઓક્ટોબરે રાષ્ટ્રપણ કરશે. આ વેળાએ દેશભરના ૩૩ રાજ્યોના કલાકારો દ્વારા ભવ્યાતિભવ્ય રંગારંગ કાર્યક્રમ યોજાશે. સાથે-સાથે આર્મ ફોર્સિસ, પેરા મીલીટરી ફોર્સિસ અને રાજ્ય પોલીસ દ્વારા વિવિધ સાંસ્કૃત્તિક કાર્યક્રમો યોજાશે.
ભારતના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની ઉજવણી ઉત્સાહપૂર્વક કેવડીયા કોલોની, નર્મદા ખાતે કરવામાં આવનાર છે જેમાં ભારતની આંતરિક અને સરહદીય સુરક્ષા જેના ખભા પર છે તેવા ગુજરાત પોલીસ દળ, એસ.આર.પી.એફ, સી.આર.પી.એફ, આર્મી, નેવી અને એર ફોર્સના ૭ Ceremonial Bands દ્વારા સાંગીતિક પ્રસ્તુતિ થશે. ઉપરાંત ભારતવર્ષમાંથી ૨૯ રાજ્યો અને ૨ કેન્દ્રશાસિત પ્રદેશોના શ્રેષ્ઠ સાંસ્કૃતિક વૃંદો પોતાની સાંસ્કૃતિક ધરોહરની પ્રસ્તુતિ દ્વારા જ્યારે વડાપ્રધાન સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરવા આગળ વધશે ત્યારે વડાપ્રધાન મોદી સહિત મહાનુભાવોનું સ્વાગત કરશે.
ગુજરાત પોલીસ દ્વારા વંદે માતરમ, એસઆરપીએફ દ્વારા એ મેરે વતન કે લોગો, સીઆરપીએફ દ્વારા દેશો કા સરતાજ ભારત, બીએસએફ દ્વારા મેરા મુલ્ક મેરા દેશ, મેરા યે વતન, આર્મી દ્વારા કદમ કદમ બઢાયે જા, બીટ નં-૧ અને એરફોર્સ દ્વારા સારે જહાં સે અચ્છા હિન્દુસ્તા હમારા જેવા ગીતોની પ્રસ્તુતિ કરીને રાષ્ટ્રભક્તિમય વાતાવરણ ઉભુ કરવાનો પ્રયાસ પણ કરાયો છે ત્યારે આ રાષ્ટ્રભક્તિમય સાંસ્કૃતિક કાર્યક્રમ માણવાનો અવસર લોકો માટે અનેરો બની રહેશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY