૧૯.૩૫ લાખના ઠગાઈના કેસમાં વેપારીના આગોતરા જામીન મંજૂર

0
7

બાકી પેમેન્ટની વસૂલાત માટે વેપારી સામે ગુનો નોંધાયો હતો
સુરત, તા. ૩
રિંગરોડ ન્યૂ ટેક્ષટાઈલ માર્કેટની વી ટેક્ષ સિલ્ક મિલ્સના કાપડના વેપારી પાસેથી રૂ. ૧૮.૩૫ લાખનું ડ્રેસ મટીરિયલ્સ ખરીદી સમયસર પેમેન્ટ નહીં કરી વેપારી સાથે વિશ્વાસઘાત કરનાર મુ઼બઈના વેપારીએ એડવોકેટ યોગેશ આર. પટેલ દ્વારા કરેલી આગોતરા જામીન અરજીની સુનાવણી પૂરી થતા અદાલતે જેઠમલ જૈનના આગોતરા જામીન મંજૂર કરતો હુકમ કર્યો હતો.
આ કેસની વિગતો એવી છે કે, અઠવાલાઈન્સ નર્મદનગરમાં નિલોકચંદ શ્રી કિશન ગાંધી રહે છે. તેમની એક ડ્રેસ મટીરિયલ્સની દુકાન ન્યુ ટેક્ષટાઈલ માર્કેટમાં આવેલી છે. ગત તા. ૧૬મી જાન્યુઆરી ૨૦૧૯ના રોજ મુંબઈના જેઠમલ જૈન અને દલાલ વિનોદ જૈને વેપારી પાસેથી ૧૮.૩૫ લાખની ડ્રેસ મટીરિયલ્સની ખરીદી કરી હતી. અને સમયસર પેમેન્ટ નહીં કરી મોબાઈલ ફોન બંધ કરી વિશ્વાસઘાત કરી ફરાર થઈ ગયા હતા. સલાબતપુરા પોલીસ મથકમાં વેપારીએ ફરિયાદ નોંધાવતા પોલીસે વિશ્વાસઘાતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. આ ગુનામાં મુંબઈ મૂલચંદ મેન્શનના વેપરી જેઠમલ જૈન એડવોકેટ યોગેશ આર પટેલ દ્વારા કરેલી આગોતરા જામીન અરજીની સુનાવણી પૂરી થતા અદાલતે તેને ૨૫ હજારના આગોતરા જામીન પર છોડવાનો હુકમ કર્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY