જામનગરમાં સ્કૂલવાન ડીવાઇડર પર ચઢી, ૯ વિદ્યાર્થીઓ ઘવાયા

0
105

જામનગર,તા.૨૦
જામનગરમાં આજે વહેલી સવારે વિદ્યાર્થીઓને લઇ શાળા જતી સ્કૂલવાન એકાએક ડીવાઇડર પર ચઢી જતાં સર્જાયેલા અકસ્માતમાં ૯ વિદ્યાર્થીઓને ઇજા પહોચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. આ બનાવના પગલે ચિંતાતુર વાલીઓ હોસ્પિટલ પહોચ્યા હતાં.
જામનગરમાં જુદી જુદી ખાનગી અને સરકારી શાળાઓમાં ચાલતી સ્કૂલવાન અને બસ ચાલકો દ્વારા ઠાંસી ઠાંસીને વિદ્યાર્થીઓ ભરાતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે આજે સવારે એક સ્કૂલવાન અકસ્માતગ્રસ્ત બની હતી. શહેરના પૂર્વ વિસ્તારમાં જુદી જુદી સ્કૂલોમાં અભ્યાસ કરતા ૯ બાળકોને ભરીને રવાના થયેલ પુરઝડપે દોડતી એક સ્કૂલવાન આજે સવારે ડીવાઇડર પર ચઢી જતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં વિશાલ કારેણા (ઉ.વ.૧૭), પ્રતિક પરમાર (ઉ.વ.૧૨), હિમાંશુ પરમાર (ઉ.વ.૬) અને યશ પરમાર (ઉ.વ.૬) સહિત આઠથી દસ બાળકોને ઇજા પહોંચતા ૧૦૮ ની ટીમના ઇએમટી રસીલાબા અને પાઇલોટ બ્રિજરાજસિંહ દ્વારા તાત્કાલીક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.
આ બનાવની જાણ થતાં સમગ્ર વાલીગણમાં ચિંતાનું મોજુ પ્રસરી ગયું હતું. અકસ્માતના પગલે વાલીઓ પણ તાત્કાલીક જી.જી. હોસ્પિટલ દોડી ગયા હતા. એરફોર્સ પરીસરમાં આવેલી કેન્દ્રીય વિદ્યાલયના આ બાળકોને સ્કૂલવેન ચાલક શાળાએ છોડવા જતો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો. આ બનાવને લઇને પોલીસ દ્વારા ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY