‘કિયોકી મંત્રી ભી કભી ગ્રેજ્યુએટ થી’ કોંગ્રેસ પ્રવક્તાનો સ્મૃતિ ઈરાની પર પ્રહાર

0
11

અમેઠી,તા.૧૨
રાહુલ ગાંધી વિરુદ્ધ ઉત્તર પ્રદેશની અમેઠીથી લોકસભા ચૂંટણી લડી રહેલા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પોતાના સોગંદનામા બાદ ફરીથી કોંગ્રેસના નિશાને છે, કોંગ્રેસ પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ સ્મૃતિ ઈરાનીના સોગંદનામામાં દર્શાવાયેલા એજ્યુકેશન પર ગીત ગાઈને નિશાન સાધ્યુ.
કેન્દ્રીય મંત્રી અને અમેઠી લોકસભા બેઠક પરથી ભાજપ ઉમેદવાર સ્મૃતિ ઈરાનીએ ગુરુવારે ચૂંટણી પંચને આપવામાં આવેલા સોગંદનામામાં જણાવ્યુ કે તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પૂરુ કર્યુ નથી.
કોંગ્રેસ પહેલા પણ સ્મૃતિ ઈરાનીની ડિગ્રીને લઈને તેમને ઘેરતી રહી છે પરંતુ આ વખતે હવે સ્મૃતિએ જાતે જ ૧૨મુ પાસ જણાવ્યુ છે તો કોંગ્રેસ વધુ આક્રમક થઈ ગઈ છે. પાર્ટીની પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ આ વિશે તંજ કરતા રહ્યું સ્મૃતિની ટીવી સિરીયલ કિયોકી સાસ ભી કભી બહુ થીની થીમ લાઈન પર કહ્યું , ક્વોલિફિકેશનના પણ રૂપ બદલાય છે. નવા-નવા માળખામાં હોય છે. એક ડિગ્રી આવે છે અને એક ડિગ્રી જાય છે. એફિડેવિટ નવા બને છે. પ્રિયંકાએ પ્રેસ કોન્ફરન્સ કરી ગીત ગાઈને સ્મૃતિ પર નિશાન સાધ્યુ.
કોંગ્રેસ પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે કીયોંકીકિ મંત્રી ભી કભી ગ્રેજ્યુએટ થી. આ તેમની જ ઓપનિંગ લાઈન હશે. પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે સ્મૃતિજીએ પોતાની એજ્યુકેશન ક્વોલિફિકેશનને લઈને એક બાબત નક્કી કરી છે કે કેવી રીતે ગ્રેજ્યુએટમાંથી ૧૨મા ધોરણના થઈ જવાય છે, આવુ મોદી સરકાર પાસે અને મોદી સરકારમાં જ શકીય છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY