કાબૂલમાં રાષ્ટ્રપતિના ઈદ પર સંબોધન વખતે રોકેટ દ્વારા હુમલો,કોઈ જાનહાનિ નહિ

0
18

કાબૂલ,તા.૨૧
રાષ્ટ્રપતિએ જણાવ્યું કે આવા હુમલાઓનો સામનો કરવા માટે અફઘાન સુરક્ષાબળ સંપૂર્ણ રીતે તૈયાર છે
કાબુલમાં ઇદ-ઉલ-અઝ્હા પર્વ પર અફઘાનિસ્તાનનાં રાષ્ટ્રપતિ અશરફ ગનીનાં રાષ્ટ્ર સંબોધન દરિમયાન મંગળવારે રોકેટ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલા દરિમયાન અનેક વિસ્ફોટ થયા છે. પોલીસ પ્રવક્તા હશમત સ્તાનેક જોઇએ જણાવ્યું કે, હુમલો અફઘાનનાં પાટનગર કાબુલમાં સવારે ૯ વાગ્યે થયું હતું, જોકે હુમલોને કારણે કોઇ જાનહાની થઇ નથી.
જ્યારે રાષ્ટ્રપતિ દેશ ને સંબોધી રહ્યા હતા, તે સમયે વિસ્ફોટનો અવાજ સાફ સંભળાઇ રહ્યો હતો. તેમણે વિસ્ફોટ બાદ જણાવ્યું કે, આતંકવાદીઓ એમ વિચારે છે કે આ દેશ રોકેટ હુમલા સામે ઝુકી જશે…. તો આ એક સાહસિક અને મજબૂત રાષ્ટ્ર છે જે હંમેશા પોતાની સંપ્રભુતા, સ્વતંત્રતા અને ઇસ્લામીક મુલ્યોનો રક્ષણ કરશે.
તેમણે વિશ્વાસ જતાવ્યો છે કે આવી ઘટનાઓનો સામનો કરવા માટે અફઘાન સુરક્ષાબળ સંપૂર્ણ રીતે તૈયાર છે, અને આવી ઘટનોઓને નિયંત્રિત કરવામાં આવશે. ગનીએ જણાવ્યું કે, યુદ્ધ, આત્મઘાતી હુમલા અને વિસ્ફોટ કરનારાઓનો કોઇ ધર્મ નથી. તેમણે વધુમાં જણાવ્યું કે હાલમાં કરવામાં આવેલા એક સર્વેક્ષણ મુજબ, ૯૩ ટકા અફઘાનની જનતા શાંતિનાં પક્ષમાં છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY