સુપ્રીમ કોર્ટે સેરીડોન સહિતની ત્રણ દવાઓ પરનો પ્રતિબંધ હટાવ્યો

0
21

ન્યુ દિલ્હી,તા.૧૭
સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ લાદેલ ૩૨૮ દવાઓમાંથી સોમવારે સેરીડોન, પ્રિટ્રોન અને ડાર્ટ ડ્રગ્સ પરથી પ્રતિબંધ હાટાવી દીધો છે આ સાથે સરકારને નોટિસ આપીને આ મામલે જવાબ માંગ્યો છે. થોડા દિવસ પહેલાં કેન્દ્ર સરકારે એક સાથે ૩૨૮ ફિક્સ ડોઝ કોમ્બીનેશન એટલે કે એફડીસી દવાઓના વેચાણ પર પ્રતિબંધ લાદ્યો હતો. એફડીસી પ્રકારની દવાઓ બે અલગ-અલગ ડ્રગ્સ ભેગા કરીને બનાવામાં આવે છે. વિશ્વના મોટાભાગના દેશોમાં આ પ્રકારની દવાઓ પર પ્રતિબંધ લગાવામાં આવ્યો છે.
દેશની કાર્યરત સ્વાસ્થ્ય સંસ્થાઓ લાંબા સમયથી આ પ્રકારની દવાઓનો વિરોધ કરી રહી હતી. તેમના મુજબ આ એફડીસી દવાઓ દર્દીઓના શરીર માટે નુકસાનકારક છે. જા આ દવાઓના ઉપયોગથી કોઇ પણ પ્રકારની આડઅસર કે નુકસાન થાય છે તો એ જાણવું મુશ્કેલ રહેશે કે દવામાંના કયા ડ્રગથી નુકસાન થયું છે. જેના કારણે જે-તે સમયે તેનો ઉપચાર પણ કરી શકાશે નહી.
આ પહેલાં માર્ચ ૨૦૧૬માં કેન્દ્ર સરકારે ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ, ૧૯૪૦ કલમ ૨૬-એ હેઠળ ૩૪૪ એફડીસી દવાઓના ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર પ્રતિબંધ મૂક્્યો હતો. જે પછી બીજી પાંચ દવાઓને સમાન જાગવાઇ હેઠળ પ્રતિબંધિત કરવામાં આવી હતી. ભારત સરકારે આ દવાઓના વેચાણ પર અચાનક પ્રતિબંધ મૂકતા અસરગ્રસ્ત ઉત્પાદકોએ કેન્દ્ર સરકારના આ નિર્ણયને દેશની વિવિધ ઉચ્ચ અદાલતો અને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.
૧૫ ડિસેમ્બર, ૨૦૧૭ના રોજ સુપ્રીમ કોર્ટે આપેલા નિર્દેશોને આધિન ડ્રગ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ, ૧૯૪૦ની કલમ-૫ હેઠળ રચવામાં આવેલા ડ્રગ્સ ટેક્નિકલ એડવાઇઝરી બોર્ડ દ્વારા આ મામલાને અંગે તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ બોર્ડે આ મામલે કેન્દ્ર સરકારને રિપોર્ટ આપ્યો હતો. જેમાં જણાવાયું હતું કે, તમામ પ્રતિબંધિત એફડીસી દવાઓના ઉત્પાદનમાં ઉપયોગી ડ્રગ્સ તબીબી યોગ્યતા ધરાવતું નથી અને તેના ઉપયોગના કારણે લોકોના સ્વાસ્થ્ય પર જાખમી અસર પડી રહી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY