ભરૂચ રેલવે સ્ટેશન પર આવેલ પશ્ચિમ એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેલ પરપ્રાંતીય શખ્સ પાસેથી બે હાથ બનાવટની રિવોલ્વર અને ૭ કારતૂસ મળી આવતા એસ.ઓ.જી પોલીસે તેની અટકાયત કરી તપાસ હાથ ધરી છે આ હથિયાર સુરતના શખ્સ ને આપવા જતો હોવાનું બહાર આવ્યું છે.
રેલ્વે એસ.ઓ.જી.ને મળેલ બાતમીના આધારે અમૃતસરથી બાન્દ્રા જતી પશ્ચિમ એક્સપ્રેસના કોચ નંબર એસ 3 દરવાજા પાસે બેઠેલ વ્યક્તિની પાસેથી તલાશી લેવા સાથે પૂછપરછ હાથ ધરી હતી જે બાદ તેની તલાસી માં તેના થેલામાંથી બે હાથ બનાવટની રિવોલ્વર અને સાત કારતૂસ મળી આવતા ભરૂચ રેલવે સ્ટેશન પર ઉતારી તેની પૂછપરછ કરતા તે મધ્યપ્રદેશના લાહેર નો જસવંતસિંહ ગુર્જર હોવાનું બહાર આવતા સાથે આ હથિયાર તે મૂળ મધ્યપ્રદેશના અને હાલ સુરતમાં રહેતા અરૂણસિંહ સિકરવાડ ને આપવા જતો હોવાનું પણ બહાર આવ્યું હતું.
પોલીસે બે હાથ બનાવટની રિવોલ્વર કારતૂસ અને મોબાઇલ મળી કુલ રૂપિયા ૨૧૯૦૦ ના મુદ્દામાલ સાથે આર્મ્સ એક્ટ હેઠળ અટકાયત કરી સુરતના આરોપીને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરવા સાથે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
રેલવે ટ્રેન માંથી મળી આવેલ હથીયારના પગલે રેલવે સ્ટેશન સહિત સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
રિપોર્ટર:-અંકિતા પાટણવાડિયા
મો:-9904733000
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




