શિકાગો,તા.૧૮
અમેરિકાના દક્ષિણી રાજ્ય બર્ફીલા તોફાન અને ભારે વરસાદની ચપેટમાં છે. ડેલીમેલમાં પ્રકાશિત રિપોર્ટપ પ્રમાણે, શિકાગોમાં બર્ફીલા તોફાન અને ખરાબ હવામાનના કારણે શુક્રવારે દરેક એરપોર્ટ પરથી ૧૦૦૦ ફ્લાઇટને કેન્સલ કરવામાં આવી હતી. ઓહારે ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ૬૯૦થી વધુ, મિડવે ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ૧૬૯ અને સેન્ટ લૂઈના લેમ્બર્સ એરપોર્ટ પર ૧૩૦થી વધુ ફ્લાઇટ્સ ને કેન્સ કરવી દેવામાં આવી હતી. બીજી તરફ મિસૌરીના કોલંબિયા રીજનલ એરપોર્ટ પર શનિવાર બપોર સુધી બધી ફ્લાઇટ રોકી દેવામાં આવી છે. તોફાન અને ખરાબ હવામાનના કારણે ૯ કરોડ લોકો પ્રભાવિત થયા છે.
રિપોર્ટ પ્રમાણે ખરાબ હવામાનના કારણે શિકાગોમાં લગભગ ૪૭૦ ફ્લાઇટ્સ મોડી ઉડી હતી. શિકાગોમાં શુક્રવારે બપોરે ભીષણ તોફાન આવ્યું હતું. હવામાન વિભાગે બર્ફવર્ષાના કારણે રસ્તાઓની સ્થિતિ ખરાબ હોવાની ચેતવણી જાહેર કરી હતી. સોલ્ટ લેક સિટીના ઘણા વિસ્તારોમાં ૫ ઈન્ચ સુધી બરફ જામી ગયો છે. તેના કારણે સ્કૂલો, યુનિવર્સિટી અને સરકારી કાર્યાલયોને બંધ કરી દેવામાં આવ્યા છે.
ડેલ્ટા એરલાઇન્સના પ્રવક્તા માર્થા વિટે જણાવ્યું કે શુક્રવારે કંસાસ સિટી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એરબસ એ૩૧૯ લપસી ગયું જોકે તેમાં કોઇ ઘાયલ થયું નથી. ફ્લાઇટમાં છ ક્રૂ મેમ્બર સહિત ૧૨૯ લોકો સવાર હતા. પ્રવાસીઓને અન્ય વિમાનોની મદદથી લઇ જવામાં આવ્યા હતા. હવામાન વિભાગે જણાવ્યું કે આવનારા દિવસોમાં તોફાન વધુ ખતરનાક બને તેવી સંભાવના છે. આ વિકેન્ડ પર મેદાની વિસ્તારોમાંથી ઉત્તર-પૂર્વી વિસ્તારો તરફ પ્રવાસ કરવામાં પરેશાની થશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


