અમેરિકાની પ્રખ્યાત યુનિ.નો ખુલાસો
શિકાગો,તા.૨૦
અમેરિકાની એક પ્રખ્યાત યુનિવસિર્ટીએ દિલ્હીની પ્રદૂષિત હવા અંગે કરેલા એક અભ્યાસ બાદ ચોંકાવનારા તારણો સામે આવ્યા છે.
આભાર – નિહારીકા રવિયા અભ્યાસ અનુસાર દિલ્હીમાં ફેલાયેલી પ્રદૂષિત હવા દિલ્હીવાસીના જીવનના ૧૦ વર્ષ છીનવી રહી છે. પાછલા બે દશકામાં દિલ્હીની હવા ૧૦ ગણી ખરાબ થઈ ગઈ હોવાનો ધડાકો આ અભ્યાસ પરથી થયો છે.
શિકાગો (અમેરિકા)ની એક યુનિવસિર્ટી ‘મિલ્ટન ફ્રાઈડમેન પ્રોફેસર ઈન ઈકોનોમિક્સ’ સાથે જાડાયેલા મિશેલ ગ્રીનસ્ટોન અને તેની ટીમે એર ક્વોલિટી લાઈફ ઈન્ડેક્સ પર આ અભ્યાસ કર્યો છે. આ સ્ટડીમાં તેની ટીમે દિલ્હી-એનસીઆરમાં થયેલી ખરાબ હવાનું જીવન પર પડનારા પ્રભાવ પર અભ્યાસ કર્યો છે.
ક્વોલિટી લાઈફ ઈન્ડેક્સ એક એવો ઈન્ડેક્સ છે જેમાં વાયુ પ્રદૂષણની જીવન પર પડનારી અસરનું આકલન કરવામાં આવે છે. દિલ્હીમાં વર્ષ ૨૦૧૬માં ત્યારે વાયુ પ્રદૂષણે સૌનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું હતું જ્યારે અહી સરેરાશ ૧૧૩ માઈક્રોગ્રામ પ્રતિક્યુબિક મીટર પ્રદૂષણ નોંધાયું હતું. ઈપીઆઈસી ઈન્ડિયાના કાર્યકારી ડાયરેક્ટર કેન લીએ જણાવ્યું કે ચોખ્ખી હવાની ગુણવત્તાના જે એકમો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને નક્કી કર્યા છે જા દિલ્હીમાં તે આધાર પર હવા મળે તો અહી રહેનારા લોકો ૧૦ વર્ષ વધુ જીવી શકે તેમ છે.
‘હુ’ અનુસાર પીએમ ૨.૫ની સુરક્ષિત સીમા ૧૦ માઈક્રોગ્રામ પ્રતિ ક્્યુબિક મીટર વાર્ષિક હોવી જાઈએ. ભારતીય એકમોના આધાર પર આ સીમાને ૪૦ માઈક્રોગ્રામ પ્રતિ ક્્યુબિક મીટર સુધી વધારી શકાય છે. વર્ષ ૧૯૯૮માં દિલ્હી સહિત ઉત્તર ભારતીય રાજ્યો ઉત્તરપ્રદેશ, હરિયાણા અને બિહાર પહેલાંથી જ પ્રદૂષિત હવા સામે ઝઝૂમી રહ્યા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


