શ્રીનગર,તા.૨
જમ્મુ કશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાએ કોંગ્રેસ પર એવો આક્ષેપ કર્યો હતો કે જમ્મુ કશ્મીરમાં કોંગ્રેસે ભાજપને પગપેસારો કરવાનો માર્ગ મોકળો કર્યો હતો.
તેણે કહ્યું કે છમાંની ચાર સંસદીય બેઠક પર કોંગ્રેસ ભાજપનો સામનો કરી શકે એમ હોવા છતાં કોંગ્રેસે એક પણ રેલી આ વિસ્તારમાં કરી નહીં. આમ કોંગ્રેસે ભાજપનો માર્ગ મોકળો કરી આપ્યો હતો.
૬માંથી ૩ બેઠકો પર ભાજપ સાથે સીધો મુકાબલો શકિય હતો પરંતુ કોંગ્રેસે રસ દેખાડ્યો નહીં. બીજી બાજુ ભાજપના અમિત શાહ અને નરેન્દ્ર મોદીએ અહીં એક કરતાં વધુ સભા અને રેલી યોજીને પોતાના વિજયનો માર્ગ આંકી લીધો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



