પાકિસ્તાનની હોસ્પિટલમાંથી બેઠા-બેઠા મસૂદ અઝહરે પુલવામા હુમલાનો આદેશ આપ્યો હતો

0
5

આતંકી મસૂદ અઝહરે ભત્રીજા ઉસ્માનના મોતનો બદલો લેવાની વાત કરી
શ્રીનગર,તા.૧૭
પઠાણકોટ હુમલાના માસ્ટરમાઈન્ડ અને આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ મૂસદ અઝહરે પાકિસ્તાનની રાવલપિંડી સ્થિત આર્મી બેઝ હોસ્પિટલમાં બેઠા બેઠકા પોતાના પ્યાદાઓને પુલવામામાં સીઆરપીએફ કાફલા પર આત્મઘાતી હુમલો કરવા માટેનો આદેશ આપ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ અઝહરે એક ઓડિયો જાહેર કરીને આતંકીઓને હુમલો કરવા આદેશ આપ્યો હતો. નોંધનીય છે કે અઝહર છેલ્લા ચાર મહિનાથી આર્મી બેઝ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે.
પોતાની બીમારીને પગલે મસૂદ અઝહર યુનાઈટેડ જેહાદ કાઉન્સિલ (UJC)ની મહત્વની ૬ બેઠકમાં ભાગ લઈ શક્યો નહતો. યુજેસી ભારત વિરુદ્ધ કામગીરી કરતું જેદાહી સંગઠન છે, જેને પાકિસ્તાન છાવરે છે. એક સપ્તાહ અગાઉ આ સંગઠના યુવકો પુલવામામાં આતંકી હુમલો કરવા તૈયાર થયા હતા. અઝહરે ધીમા અવાજે પોતાના પ્યાદાઓને હુમલાનો ઓડિયો મેસેજ મોકલ્યો હતો.
અઝહરે ભત્રીજા ઉસ્માનનો મોતનો બદલો લેવાની વાત કરી
આ ઓડિયો સંદેશામાં મસૂદ અઝહરે જેદાહી યુવકોને પોતાના ભત્રીજા ઉસ્માનના મોતનો બદલો લેવાની વાત કરી હોવાનું સંભળાય છે. ઉલ્લેખનીય છે કે ઉસ્માનને ગત વર્ષે (૨૦૧૮)મા સુરક્ષાદળોએ ઠાર કર્યો હતો. ટેપમાં અઝહર એમ પણ કહેતો સંભળાય છે કે, ‘આ હુમલામાં મોતથી વધુ શ્રેષ્ઠ બાબત કોઈ નથી.’ આટલું જ નહિ તે જેદાહીઓનો ભારત વિરુદ્ધ ભડકાવતો પણ જણાયો હતો.
મસૂદ અઝહરે જણાવ્યું કે, ‘કોઈ આમને દેશદ્રોહી કહેશે, કોઈ નીચ કહેશે, કોઈ પાગલ કહેશે, કોઈ શાંતિ માટે ખતણો ગણાવશેપ’ અઝહરે યુજેસીના અન્ય યુનિટ સાથે નવા હુમલાની યોજના જણઆવી નહતી. તેને બદલે અઝહરે ગુપ્ત રીતે પોતાના ભત્રિજા મોહમ્મદ ઉમૈર અને અબ્દુલ રાશિદ ગાઝીને નિયુક્ત કર્યા અને તેઓ મસૂદની ટેપથી યુવાનોનું બ્રેઈનવોશ કરે તેમજ આઇઈડી સાથે ફિદાયીન હુમલાઓ કરવા પ્રેરિત કરે.
કાશ્મીરમાં એક ટોપ ઈન્ટેલિજન્સ ઓફિસરનું કહેવું છે કે, ‘જૈશ-એ-મોહમ્મદનો કોઈપણ વ્યક્તિ આગળ નહીં આવે. તેઓ પ્રમુખ નેતાઓ- ઉમૈર, ઈસ્માઈલ અને અબ્દુલ રાશિદ ગાઝી સાથે દક્ષિણ કાશ્મીરમાં છુપાયેલા છે.’ કાશ્મીરમાં જૈશના લગભગ ૬૦ આતંકી કામ કરી રહ્યા છે, જેમાં ૩૫ પાકિસ્તાનના છે અને બાકી સ્થાનિક કાશ્મીરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY