દક્ષિણ ગુજરાતના દરિયામાં માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના

0
7

આગામી ૪૮ કલાકમાં દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે ૩૫ થી ૪૫ કિ.મી.ની ઝડપે ભારે પવન ફૂંકાવાની સંભાવના છે

સુરત,બુધવાર: રાહત નિયામકશ્રી, ગાંધીનગર દ્વારા તા.૦૪ જુલાઈના રોજ મળેલી સૂચના મુજબ ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે ૩૫ થી ૪૫ કિ.મી. ની ઝડપે પવન ફૂંકાવાની અને પવનની ઝડપ ૫૦ કિ.મી. સુધી પ્રતિકલાકની ઝડપે ૪૮ કલાકમાં ફુકાઇ શકે તેમ છે. તેમજ દરિયાની અંદર મોજાં ઉછળવાની સંભાવના રહેલી છે, જેથી આગામી ૪૮ કલાકમાં ઉત્તર તથા દક્ષિણ ગુજરાતના દરિયામાં માછીમારોને દરિયો નહીં ખેડવા કે માછીમારી નહી કરવાની સૂચના સહ તાકીદ કરવામાં આવે છે એમ કલેટકર કચેરીના ડિઝાસ્ટર કક્ષ દ્વારા જણાવાયું છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY