સિઓલ,તા.૨૨
કિમ જાંગ ઉનને સરમુખત્યાર કહેવા અંગે ઉત્તર કોરિયાના સરકારી મીડિયાએ અમેરિકાના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જો બિડેન પર આકરા પ્રહારો કર્યા સાથે જ તેમને મૂર્ખ પણ ગણાવ્યા છે. કોરિયાના મીડિયાએ બિડેનના ભૂતકાળ પર પણ ટિપ્પણી કરી હતી. મહિલાઓ સાથેના તેમના દુરવ્યવહાર અને અન્ય ઘટનાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો.
મીડિયાના કહ્યાં પ્રમાણે, યુનિવર્સિટીમાં સાહિત્યની ચોરી કરના માટે બ્રિડેનને એફ ગ્રેડ આપવામાં આવ્યો હતો. સાથે જ બ્રિટેનની લેબર પાર્ટીના નેતા નીલ કિન્નોકનું ભાષણ કોપી કરવા માટે પણ તેમને હાસ્યાસ્પદ બનવું પડ્યું હતું.
કોરિયાઈ મીડિયાએ આરોપ લગાવ્યો કે બિડેન કિમ જાંગને બદનામ કરી રહ્યા છે. ચૂંટણી જીતવા માટે તેઓ આ પ્રકારની વાતો કરી રહ્યા છે. પૂર્વ રાષ્ટ્રપતિ ઓબામાના ૨૦૧૧ના ભાષણ દરમિયાન બિડેન સૂઈ રહ્યા હતા જે ઘણું હાસ્યાસ્પદ હતું.
અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણી માટે બિડેન ડેમોક્રેટ્સ તરફથી ઉમેદવારી નોંધાવી રહ્યા છે. તેમનો દાવો છે કે તે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્મ્પને હરાવી શકે છે. તેમને તેમનો ચૂંટણી પ્રચાર પણ તેજ કર્યો છે. ઓબામાના કાર્યકાળમાં બિડેન બે વખત ઉપરાષ્ટÙપતિ રહી ચુક્વ્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


