સુરત,તા.૨૨
લિંબાયત વિસ્તારમાં આવેલી સમ્રા ઈન્ડસ્ટ્રીયલ વિભાગ-૨માં શૌચાલય બનાવવા મુદ્દે મારામારીના દ્રશ્યો સર્જાયાં હતાં. બે લુમ્સના કારખાનેદાર વચ્ચે ઝઘડો સર્જાયો હતો. સમ્રાટ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટના પ્રમુખ શૌચાલય બાબતે બોલવા જતા માર મારવામાં આવ્યો હતો.સમગ્ર મામલો લીંબાયત પોલીસ સ્ટેશને પહોચ્યો હતો. પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
ફરિયાદી નવીનભાઈ હરગોવિંદભાઈ પટેલને ૧૬મીએ સામેવાળાએ ધમકી આપી હતી. ધમકી આપનારમાં શૈલેષ દરબાર,કમલેશ સમજી,કાનૂજીએ તેને મારવો બસ એમ કહ્યું હતું. ૧૬મીએ ધમકી આપી હતી. ત્યારે ફરિયાદી નવીનભાઈ વતન મહેસાણા હતા. હુમલા બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતાં. હુમલા વખતે ૧૦૦ નંબર પર ફોન કરીને પોલીસને જાણ કરી હતી.હુમલા બાદ નવીનભાઈને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


