ચેન્નાઇ,તા.૧૨
NIAએ ભારતમાં ઇસ્લામિક સ્ટેટના મોડ્યુલ્સની તપાસમાં બુધવારે તમિલનાડૂના કોયંબતૂરમાં સાત જેટલી જગ્યાઓએ દરોડા પાડી મોડ્યુલના મુખિયાની ધરપકડ કરવામાં સફળતા મેળવી છે. માનવામાં આવી રહ્યું છે કે,IS મોડ્યુલનો મુખિયા મોહમ્મદ અઝહરુદ્દીન શ્રીલંકામાં ઇસ્ટરના પર્વે કરાયેલા આતંકી હુમલાના આરોપી જહરાન હાશિમથી પ્રભાવિત હતો.
NIAની તપાસમાં ખુલાસો થયો હતો કે, મોહમ્મદ અઝહરુદ્દીન ફેસબુક મારફતે હાશિમના સંપર્કમાં આવ્યો હતો, તેમની વચ્ચે અવાર નવાર વાતચીત થતી રહેતી હતી.
શ્રીલંકામાં ઇસ્ટર પર કરાયેલા હુમલા પછી ભારતની સુરક્ષા એજન્સીઓ આ વિશે તપાસ કરી હતી કે, કેરળમાં સક્રિય બનેલા ઇસ્લામિક સ્ટેટના મોડ્યુલ્સે આ આતંકી હુમલામાં ભૂમિકા ભજવી હતી કે નહી. દક્ષિણ ભારતમાં એજન્સીએ IS થી સહાનુભૂતિ રાખનાર અસંખ્ય લોકોની ધરપકડ કરી છે. જેમાંથીIS અનુયાયીઓએ શ્રીલંકાના આતંકવાદી આદિલની પોસ્ટ્સ પણ શેર કરી હતી. આદિલ એક ફેસબુક એકાઉન્ટ હેન્ડલ કરી રહ્યો હતો જેમાં ઇસ્લામના ઇતિહાસ સાથે જાડાયેવી પોસ્ટ શેર કરતો. ઇસ્લામિક સંગઠન તેનો ઉગયોગ પોતાની આતંકી પ્રવૃત્તિઓના બચાવમાં કરતી હતી. કેરળમાં આ પ્રકારની પોસ્ટ શેર કરવાની કોઇ હદ રહી નથી.
હાશિમ અને કેરળનાIS સમર્થકો તેમજ પ્રચારકોના ભાષણોમાં પણ સમાનતા જાવામાં આવી હતી. જેમાં ગેર મુસ્લિમ લોકોને ઇસ્લામ માટે ખતરો ગણાવવામાં આવ્યા છે. મલયાલી IS સમર્થકોની શ્રીલંકાની આતંકી સાથે સીધી લીંક વર્ષ ૨૦૧૬માં મળી આવી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




