બે જૂથ વચ્ચે અથડામણ થતા પથ્થરમારો, કારોના કાચ તૂટ્યા

0
7

સુરત,તા.૧
સુરત શહેરના છેવાડે આવેલા સણિયાહેમાદ ગામમાં મોડી રાત્રે બે જૂથ સામ સામે આવી જતા મામલો તંગ બની ગયો હતો. અને ઘર બહાર પાર્ક કરેલી કારોને પણ નુકસાન થતાં ગામલોકો એકત્ર થયા હતા. ઘટના ની જાણકારી મળતા પુણા પોલીસ સહિત અન્ય પોલીસ મથકનો સ્ટાફ તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડતા થઈ ગયા હતા.મામલો વધુ તંગ ન થાય તે માટે મોડી રાત્રે પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે ખડકી દેવાયો હતો.જ્યાં ઘટના સ્થળે પહોંચેલી પોલીસે માંડ માંડ મામલો થાળે પાડ્યો હતો. અને વધુ તપાસ પોલીસ કરી રહી છે.
મળતી માહિતી પ્રમાણે, સુરત શહેરના ડિંડોલી ગામની આગળ આવેલા સણિયાહેમાદ ગામમાં એક યુવક દ્વારા ગામમાંથી પુરપાટ ઝડપે બાઇક હંકારી જતા ગામવાસીઓએ ઉભો રાખી ટકોર કરી હતી. જ્યાં બાદમાં યુવકના જૂથના લોકોએ આવી બબાલ કરતા મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. જાતજાતામાં મામલો વધુ ગરમાયો અને વાત પથ્થરમારા સુધી પહોંચી ગઈ હતી. ઘટનાની જાણકારી મળતા પુણા પોલીસ સહિત અન્ય પોલીસ મથકનો સ્ટાફ તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. મામલો વધુ તંગ ન થાય તે માટે મોડી રાત્રે પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે ખડકી દેવાયો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY