છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના એક ગામમાં ફરી શર્મસાર ઘટના સામે આવી . પોણા પાંચ વર્ષની માસૂમ બાળકી ઉપર 15 વર્ષના સગીરે બળાત્કાર ગુજાર્યો

0
146

પ્રાપ્ત વિગતો અનુસાર બોડેલી તાલુકાના એક ગામમાં માસૂમ બાળકીને પાડોશમા રહેતા સગીર વયના છોકરાએ કેરી ખવડાવા લઈ જવાનું કહી ખેતરમાં લઈ ગયો અને એકલતાનો લાભ લઈ માસૂમ બાળકી સાથે બળાત્કાર ગુજાર્યો. બાળકી જ્યારે ઘરે આવી અને તેણે પેશાબમાં બળતરા થતી હોવાનું કહી માતાપિતા સામે રળવા લાગી ત્યારે પરિવારજનો બાળકીને દવાખાને લઈ ગયા તો ડૉકટરે તપાસ કરી જણાવ્યું કે બાળકી સાથે દુષ્કર્મ થયું છે. જેથી માતાપિતાએ બોડેલી પોલીસને જાણ કરતાં પોલીસે ગુનો નોંધી તાત્કાલિક 15 વર્ષના સગીર ને ઝડપી પાડ્યો છે. હાલ ચકચાર મચાવનાર બનાવને પગલે પંથકમાં ભારે રોષની લાગણી પ્રવર્તી રહી છે.

ઇમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY