ન્યુ દિલ્હી,તા.૧
દેશમાં દવાની દુકાનો પર હાલના સમયમાં વિટામીન સીને છોડીને બધી જ દવાઓ પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ છે. જાકે, પાછલા કેટલાક સમયથી કેટલીક જરૂરી દવાઓની સપ્લાઈ ચેનમાં મૂશ્કેલી અનુભવાઈ રહી છે અને આશંકા છે કે, આવનારા કેટલાક મહિનાઓ દરમિયાન લોકોને ભારે દવાના સંકટનો સામનો કરવો પડી શકે છે. જરૂરી દવાઓ એન્ટીબાયોટિક અને વિટામીનની સપ્લાઈમાં ઉણપની આશંકા પાછળ ઘણા બધા કારણો છે. તો આવો જાણીએ દેશના માર્કેટમાં દવાની સમસ્યા કેમ આવી રહી છે.
અસલમાં બલ્ક ડ્રગ્સની ઉણપના કારણે મોટી સંખ્યામાં દવા મેન્યૂફેક્ચરિંગ યૂનિટ પર સંકટના વાદળો છવાયા છે. બલ્ક ડ્રગ્સ સપ્લાયમાં ઘટાડો થવાની ઘણી મોટી અસર કોલેસ્ટ્રોલ ઓછું કરનાર, સ્ટેરોયડ્સ, ચિંતા અને હાઈપરટેન્શનની દવાઓ પર પડી શકે છે. દવા મેન્યૂફેકચરનું કહેવું છે કે, તેમનું પાઈપલાઈન સ્ટોક પણ હવે ખત્મ થઈ રહ્યુ છે. બલ્ક ડ્રગ્સની ઉણપના કારણે આના ભાવમાં ૨૦થી ૯૦ ટકાનો વધારો થઈ ચુકવ્યો છે. સાથે દવા મેન્યૂફેક્ચરિંગમાં પણ ઘટાડો થયો છે.
ઓકિટસટોસિન ઇન્જેક્શનનો ઉપયોગ ગર્ભવતી મહિલાઓની ડિલીવરી દરમિયાન કરવામા આવે છે. આ ઇન્જેક્શન ડિલીવરી દરમિયાન હેમરેજ (વધારે લોહી વહી જવાની સમસ્યા)થી બચાવવા માટે આપવામા આવે છે. પ્રસવ દરમિયાન હેમરેજથી મોટી સંખ્યામાં મહિલાઓનું મૃત્યુ થઈ જતું હોય છે. જાકે, સરકારે ઓકિસટોસિનનું નિર્માણ તેના આધાર પર લગભગ રોકાવી દીધુ છે કે, ખેડૂતો ખાસ કરીને ગાય, ભેસનું દૂધ નિકાળવા માટે આનો ઉપયોગ કરી રહ્યાં છે. આ દૂધના ઉપયોગથી લોકો ટીબી અને કેન્સર જેવા ઘાતક રોગનો શિકાર બની જાય છે. તે ઉપરાંત આ બાળકોમાં બ્લાઈન્ડનેસ પણ વધારી રહ્યુ છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






