નવરાત્રિમાં ભારે વરસાદ પડશે : હવામાન વિભાગની આગાહી

0
12

ગાંધીનગર,તા.૧
નવરાત્રિના તહેવારો બગડે તેવી સંભાવના છે. ગુજરાતમાં ૧૦મીથી નવરાત્રિની શરૂઆત થશે. નવરાત્રિને લોકો રંગેચંગે માણતા હોય છે. આ વર્ષે હવામાન વિભાગે નવરાત્રિમાં વિક્ષેપ પડે તેવી સંભાવના વ્યક્ત કરી છે. અરબી સમુદ્રમાં એક વાવાઝોડાનું નિર્માણ થયું છે. જે પાકિસ્તાન તરફ ન ગયું તો ગુજરાતના દરિયા પર ટકરાશે. જા ગુજરાત તરફ આ વાવાઝોડું આવ્યું તો રાજ્યમાં ભારે ખાનાખરાબી થઈ શકે છે. જેને પગલે ગુજરાત સરકારે પણ એલર્ટ થવાની જરૂર છે. હવામાનની આગાહી કરતા આગાહીકારોના જણાવ્યા અનુસાર નવરાત્રિમાં ભારે વરસાદની સંભાવના છે. વહીવટી તંત્રે પણ આ બાબતે એલર્ટ રહેવાની જરૂર છે. રાજ્યમાં નૈઋત્યના રેગ્યુલર ચોમાસાના વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે. ત્યારે અરબી સમુદ્રમાં દક્ષિણ ભારતની નજીક એર સાયક્લોન સર્જાઈ રહ્યુ છે. હવામાન વિભાગે પણ અરબી સમુદ્રમાં સાયક્લોન બનવાની આગાહી જાહેર કરી છે. જે સાયક્લોન ઓમાન અને પાકિસ્તાન તરફ પણ ફંટાઈ શકે છે. જેનો ખતરો ગુજરાત પર પણ એટલો જ છે.
જેની સાચી સ્થિતિ ૭મી ઓક્ટોબરની આસપાસ જ ખબર પડશે કે પાકિસ્તાન તરફ જાય છે કે મહારાષ્ટ્ર અને ગુજરાત તરફ ધકેલાય છે. ગુજરાત તરફ આવ્યું તો ભારે ખાનાખરાબી સર્જાય તેવી સંભાવના છે. આ વાવાઝોડાની સૌથી વધુ અસર ગુજરાતને થવાની સંભાવના છે. અરબી સમુદ્રમાં મુબંઈથી નીચેના ભાગમાં આ સાયક્લોન ઉભું થયું છે. જે સક્રિય થતાં હજુ એક સપ્તાહનો સમય લાગશે.
અરબી સમુદ્રમાં ઉભું થયેલું આ વાવાઝોડું ગુજરાત તરફ ધકેલાયું તો સૌથી વધુ નુક્સાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટÙને થશે. ૧૧મીની આસપાસ આ સાયક્લોન ગુજરાતની ઘરતીને ટચ કરશે. પોરબંદરની આસપાસ આ સાયક્લોન જમીનને ટચ કરે તેવી સંભાવના વચ્ચે અનેક મહાકાય ઉદ્યોગોને તેની અસર થવાની સંભાવના છે. હવામાન વિભાગે આગાહી આપી છે કે, કેરળથી ૮મીની આસપાસ એક સાયક્લોન ઉત્તરની તરફ ધકેલાશે. જેને પગલે તામિલનાડું, તટિય આંધ્ર પ્રદેશ, પાંડેચરી, કર્ણાટક અને કેરળમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. એક સપ્તાહ બાદ જ આ સ્થિતિ સક્રિય થાય તેવી સંભાવનાને પગલે હવામાન વિભાગ પણ આ સ્થિતિ પર નજર રાખી રહ્યુ છે. મહારાષ્ટ્રઅને ગુજરાત તરફ વાવાઝોડું આવે તેવી સંભાવના વધુ છે. જાકે, ૮મી બાદ આ સ્થિતિ સ્પષ્ટ થઈ જશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY