જો ભાજપ પોતાના દરવાજા પૂરા ખોલી દેશે તો કોંગ્રેસ-એનસીપી ખાલી થઈ જશે

0
15

સોલાપુર,તા.૨
કેન્દ્રીય ગૃહ મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કોંગ્રેસ અને એનસીપીના નેતાઓનું સત્તારૂઢ પાર્ટીમાં જોડાવા પર બંને પાર્ટીઓ પર કટાક્ષ કર્યો છે. અમિત શાહે કોંગ્રેસના સિનિયર નેતા સુશીલકુમાર શિંદેના વતન સોલાપુરમાં કહ્યું કે, જો ભાજપ પોતાના દરવાજા પૂરી રીતે ખોલી દે તો શરદ પવાર અને પૃથ્વીરાજ ચવ્હાણ સિવાય તેમની પાર્ટીમાં કોઈ નહીં બચે.
અમિત શાહ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ તરફથી શરૂ કરવામાં આવેલી મહાજનાદેશ યાત્રાના બીજા ચરણના સમાપન પ્રસંગે દક્ષિણ મહારાષ્ટ્રના સોલાપુર શહેરમાં હતા. શરદ પવાર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના પ્રમુખ છે, જ્યારે પૃથ્વીરાજ ચવ્હાણ કોંગ્રેસ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી છે. બંને પાર્ટીઓ, ખાસ કરીને એનસીપીના અનેક નેતા ભાજપ અને શિવસેનામાં સામેલ થયા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY