મુંબઈ,તા.૧૧
પ્રસિદ્ધ ગાયિકા સોના મોહપાત્રાએ કહ્યું હતું કે સૂફી સંગીત માટે જગપ્રસિદ્ધ ગાયક કૈલાસ ખેરે મારી સાથે જાતીય ગેરવર્તન કર્યું હતું.
‘અમે બંને એક કોન્સર્ટની વાત કરવા પૃથ્વી થિયેટરના કાફેમાં મળ્યા હતા. એ કોન્સર્ટમાં અમારા બંનેના બેન્ડ સાથે ભાગ લેવાના હતા. એટલે ચર્ચા કરવા અમે મળ્યાં હતાં. રાબેતા મુજબની વાતો પૂરી થઇ ત્યારે કૈલાસે મારી જાંઘ પર હાથ મૂક્્યો હતો અને કહ્યું હતું કે તું ખૂબ સુંદર છે. રામ (સંપટ) જેવા સંગીતકારે તને મેળવી એનાથી હું ખૂબ ખુશ છું. કોઇ એક્ટરને બદલે તું સંગીતકારની પત્ની છે એ સારી વાત છે… હું એના વર્તનથી ચોંકી ઊઠી હતી અને તરત ત્યાંથી રવાના થઇ ગઇ હતી’ એમ સોનાએ કહ્યું ન હતું.
રામ સંપટ પણ ગાયક સંગીતકાર છે. સોનાએ વધુમાં કહ્યું કે અમે ઢાકામાં કોન્સર્ટ માટે પહોંચ્યા ત્યારે એ સતત મને ફોન કરતો રહ્યો. મેં ફોન ન ઉપાડયો ત્યારે એણે ઓર્ગેનાઇઝરના ફોન વડે મને કોલ કર્યો અને કહ્યું કે તારે સાઉન્ડ ચેક માટે જવાની જરૃર નથી. તું મારા રૃમમાં આવ. આપણે સાથે ચા નાસ્તો કરીએ. પરંતુ હું એના ઇરાદાને સમજી ગઇ હોવાથી એના રૃમ પર ગઇ નહોતી.
એણે કહ્યું કે ઘણા લોકોએ મને સોશ્યલ મિડિયા પર પૂછ્યું કે અત્યાસ સુધી તું કેમ મૂગી રહી હતી ? એમને મારે એટલુંજ કહેવાનું કે સમય જાઇેન બોલવું પડતું હોય છે. અત્યારે સમય પાક્્યો છે એટલે હું બોલી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



