સુપ્રીમનો દિલ્હીને આદેશ,૧૫ દિવસમાં બંધ કરો રહેણાંક વિસ્તારોમાં ચાલી રહેલી ફેક્ટરીઓ

0
8

ન્યુ દિલ્હી,તા.૧૧
દિલ્હીમાં સીલિંગ મામલે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે ઉપરાજ્યપાલ અનિલ બેજલને ખખડાવ્યા હતા. ગુરૂવારે (૧૧ ઓક્ટોબર) મામલાની સુનાવણી કરાતા કોર્ટે કહ્યું હતું કે આ દુર્ભાગ્યપૂર્ણ છે કે ૧૫ વર્ષ થઇ ગયા મોનિટરિંગ કમિટી બનાવ્યાને પરંતુ આજ સુધી દિલ્હીમાં રહેણાંક વિસ્તારોમાં ફેક્ટરીઓ ચાલી રહી છે. ઉપરાજ્યપાલ અનિલ બેજલને ખખડાવતા કોર્ટે કહ્યું કે ખાતરી આપો કે જેટલા પણ રહેણાંક વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે ફેક્ટરીઓ ચાલી રહી છે તેને ૧૫ દિવસની અંદર સીલ મારી દેવામાં આવશે.
૩૧ જાન્યૂઆરીએ સુનાવણી દરમિયાન કોર્ટે ડીડીએ અને અન્ય પાર્ટીઓથી દિલ્હીના માસ્ટર પ્લાન લાવવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે જા એક વાર આ માની લેવામાં આવે કે મોનિટરિંગ કમિટીનો ભંગ કરી દઇએ તો નિગમ એવા મામલામાં કાર્યવાહી કરી શકતું નથી?
ઉલ્લેખનીય છે કે આ મામલમાં સુપ્રીમ કોર્ટે ગત સુનાવણીમાં દિલ્હી સરકારને ખખડાવી હતી. કોર્ટે દિલ્હી સીલિગ પર કડક વલણ ધરાવતા કહ્યું હતું કે સમગ્ર દિલ્હીમાં ગેરકાયદેસર નિર્માણ થઇ રહ્યું છે. કોર્ટે દિલ્હી સરકાર અને નગર નિગમને કહ્યું હતું કે તમે લોકો દિલ્હીમાં વિનાશ થવાની રાહ જાઇ રહ્યાં છો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY