ન્યુ દિલ્હી,તા.૩૧
સીબીઆઇ વિવાદ રોકાવવાનું નામ નથી લઇ રહ્યું. હવે સ્પેશિયલ ડાયરેકટર રાકેશ અસ્થાનાની વિરુદ્ધ સીબીઆઇના એડિશનલ એસપી એસએસ ગુરમે દિલ્હી હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે. આ અરજીમાં તેમણે જણાવ્યું અસ્થાના વિરુદ્ધ ૧૫ ઓક્ટોબરે સીબીઆઇમાં દાખલ કરાયેલી એફઆઇઆર અત્યંત સાચી છે. એફઆઇઆર દાખલ કરવામાં કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરાયું છે અને હવે રાકેશ અસ્થાના કાર્ટને ગેર માર્ગે દોરી રહ્યો છે. ગુરમે જણાવ્યું છે કે, અસ્થાનાને દંડ પણ ફટકારવામાં આવે. ગુરમે અસ્થાનાની અરજીમાં તેમને સામેલ કરવાની અપીલ પણ કરી છે. સાથે જણાવવામાં આવ્યું છે કે, આ એફઆઇઆર સુપ્રીમ કોર્ટના લલિતા કુમારી ચુકાદા હઠેળ દાખલ કરાઇ છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, કોઇ સંગીન ગુનાની ફરિયાદ મળવા પર એફઆઇઆર દાખલ કરવામાં આવે.
એફઆઇઆર દાખલ કરવા અથવા તપાસ શરૂ કરતા પહેલા ભ્રષ્ટાચાર અધિનિયમ(પીસી એક્ટ)ની કલમ ૧૭એ હેઠળ સંબંધિત ઓથોરિટીની મંજૂરી લેવી જરૂરી નથી, કેમકે અસ્થાનાએ આ પગલું સરકારી અધિકારી તરીકે ભર્યું નથી. આ સંબંધે કેન્દ્ર સરકારના એસીજી પીએસ નરિસિંહાએ કાયદાકીય સલાહ આપી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, તપાસ અથવા એફઆઇઆર પહેલા કોઇ મંજૂરીની જરૂર નથી ચોંકાવનારી વાત એ છે કે, સીબીઆઇના અડિશનલ એસપી એસએસ ગુરમે તેમની અરજીમાં દાવો કર્યો છે કે, સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના વિરુદ્ધ પૂરતા પૂરવા છે. નોંધનીય છે કે, રાકેશ અસ્થાના પર ૩૬ કરોડ રૂપિયા લાંચ લેવાનો આરોપ છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






