સિઓલ,તા.૩૧
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મોદી જેકેટ’ અને ‘મોદી કુર્તા’ની દેશભરમાં બોલબાલા છે. પરંતુ હવે ભારત ઉપરાંત વિદેશમાં પણ લોકોનું આ પોષાક પ્રત્યેનું આકર્ષણ વધી રહ્યું છે. મોદી જેકેટની તો દિવાનગી એ હદે છે કે, હંમેશા શૂટ કોટમાં નજરે પડતા દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે-ઈન આજ કાલ મોદી જેકેટ પહેરીને ઓફિસ પણ જાય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મિત્રતા નિભાવતા આવા અનેક જેકેટ તેમને ભેટ આપ્યાં છે. રાષ્ટÙપતિ મૂન જે-ઈને ટિવટ કરીને વડાપ્રધાન મોદી સાથે મિત્રતા નિભાવવાની વાત પણ કરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા તેમના પોષાકને લઈને ચર્ચામાં રહે છે. ૧૫મી ઓગષ્ટે તેઓ લાલ કિલ્લાની પ્રાચીર પરથી તિરંગો કહેરાવતી વખતે માથે સાફો પણ બાંધે છે. તેવી જ રીતે ઉત્તર-પૂર્વ ભારત, હિમાચલ પ્રદેશના પ્રવાસ દરમિઆન ત્યાંથી પારંપારિક વેશ-ભૂષામાં નજરે પડે છે. તેવી જ રીતે તો ઘણીવાર કોટી પણ પહેરે છે.
દક્ષિણ કોરિયાના રાષ્ટ્રીધ્યક્ષ મૂન જે-ઈને ટિવટ કરી લખ્યું હતું કે – હું જ્યારે ભારતના પ્રવાસે ગયો હતો તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કહ્યું હતું કે, તમારૂ જેકેટ ખુબ જ સારૂ છે. તે વખતે જ તેમણે જેકેટ માટે મારૂ માપ લીધું હતું. પીએમ મોદીએ મારી આ વાત યાદ રાખી અને મારા માટે આવા જ જેકેટ મને મોકલી આપ્યાં હતાં.
દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ વડાપ્રધાન મોદી તરફથી મોકલવામાં આવેલા જેકેટ પહેરીને તેના ફોટા પણ પડાવ્યાં છે. તેમણે આ ફોટા ટીવટ પર શેર પણ કર્યા છે. ફોટામાં મૂન જે-ઈનની પાછળ બીજી પણ કેટલીક મોદી કોટી લટકી રહી છે. જેના પરથી અંદાજ લગાવી શકાય છે કે પીએમ મોદીએ અનેક જેકેટ મૂનને મોકલી આપ્યાં છે. કોરિયાના રાષ્ટ્રપતિ આ જેકેટ પહેરીને ઓફિસ પણ જાય છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




