૧૮ માસમાં મકાન આપવાનાં પોકળ વાયદા, ૧૫૦૦ પરિવાર ઘરવિહોણા

0
1

વડોદરા,તા.૧૦
વડોદરા શહેરના તાંદલજા વિસ્તારના સહકાર નગરના મકાનો લગભગ બે વર્ષ પહેલા તોડવામાં આવ્યા હતા. ગત્ત બે વર્ષ પહેલા સહકાર નગરના અંદાજે ૧૫૦૦ મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. અને આ તમામ ઘર વિહોણા લોકોને પી.એમ.આવાસમાં ૧૮ માસમાં મકાન આપવાનો વાયદો કરવામાં આવ્યા હતો. પરંતુ આટ આટલો સમયવિતી ગયા હોવા છતાં લાભાર્થીઓને પોતાના ઘરનું ઘર નહિ મળતા આખરે વિરોધનું શસ્ત્ર ઉગામ્યુ છે.
સહકાર નગરના રહિશો દ્વારા વડોદરા શહેરની કલેકટર કચેરી ખાતે સોમવારના રોજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ એકત્ર થઈ પોસ્ટરો બેનરો અને સુત્રોચ્ચાર સાથે રજુઆત કરવા પહોચ્યા હતા. અને ગુલાબના ફુલ આપી રજુઆત કરવામાં આવી હતી. સહકાર નગરમાં વસતા લાભાર્થીઓએ ગુલાબનું ફુલ આપી સહકાર અને ન્યાયની માંગ કરી હતી અને જા આગામી દિવસોમાં માંગણી અને ન્યાય નહિ મળે તો આગામી દિવસોમાં લાભાર્થીઓએ આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY