સ્પા માલિક બન્યો શૈતાન : દુષ્કર્મ આચરી કહ્યું,ગ્રાહકો સાથે સંબંધ બાંધ

0
19

અમદાવાદ,તા.૨૫
અમદાવાદમાં યુવતીને મેનેજર તરીકે નોકરી પર રાખીને લગ્નની લાલચ આપીને કેરાલાના યુવકે અનેક વાર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બની હતી. એટલું જ નહીં સ્પામાં આવતા વિવિધ ગ્રાહકો સાથે પણ સંબંધ બાંધવા માટે આગ્રહ કરતો હતો. આ અંગે યુવતીએ એલિસબ્રીજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી હતી.
મળતી માહિતી પ્રમાણે આનંદુ જે.એસ. જે મૂળ કેરાળાનો વતની છે. જે ૨૦૪ સત્યા ફ્લેટ ચંદન મેડિકલની બાજુમાં આબાંવાડી, અમદાવાદમાં રહે છે. તે પ્રિતમનગરમાં આવેલા કોઠાવાલા પાસે ગ્રંધ્યા સ્પા ધરાવે છે. આરોપી આનંદુએ પોતાના સ્પા માટે ગાંધીનગરમાં રહેતી યુવતીને મેનેજર તરીકે નોકરી આપી હતી. પીડિતાની ફરિયાદ પ્રમાણે તેણે મેનેજર તરીકે નોકરી કરવાનું શરૂ કર્યા બાદ આનંદુ તેણીની સાથે મીઠીમીઠી વાતો કરીને પ્રેમ સંબંધ બાંધ્યો હતો. પ્રેમ સંબંધ થયા બાદ આનંદુએ પોતાના માતા-પિતાને લગ્ન કરી લીધા હોવાની જાણ કરી પત્ની સાથે વતન આવવાની જાણ કરી હતી.
બીજી તરફ પીડિતાએ પણ પોતાની માતા-પિતાને જાણ કરીને આનંદુ સાથે કેરાલા ગઇ હતી. આનંદુના વિશ્વાસમાં રહીને પીડિતાએ તેની પત્ની તરીકે વર્તી હતી. કેરાળામાં બે માળના મકાનમાં આનંદુએ નીચે રહેલા બેડરૂમમાં પીડિતા સાથે મરજી વિરુદ્ધ કૃત્ય આચર્યું હતું. ત્યારબાદ કેરાલામાં અલગ અલગ જગ્યાએ ફરવા ગયા હતા. જ્યાં પીડિતા સાથે દુષ્કર્મ આચર્યું હતું.
ફરિયાદ પ્રમાણે આનંદુએ પીડિતાને કહ્યું કે તામે મારી પત્ની તરીકે રહેવું હશે તો તારે હું કહું એમ કરવું પડશે. તેણે વધુમાં કહ્યું હતું કે, હું મારા ઘરના લોકોને કહી દઇશે મારી પત્ની અકસ્માતમાં મરણ ગઇ છે. ત્યારે બંને વચ્ચે ઝઘડો થયો હતો. બીજા દિવસે વહેલી સવારે પીડિતા પોતાનો સામાન લઇને માતા-પિતાના ઘરે જતી રહી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY