પોલીસે ૧ વ્યક્તિની ધરપકડ કરી
શામળાજી,તા.૨૫
અરવલ્લીમાં દારૂ ઝડપવાનો સિલસિલો યથાવત રહ્યો છે. શામળાજીમાંથી રૂ.૨૨.૬૪ લાખનો દારૂ ઝડપાયો છે. ટ્રકમાં ફેવિકોલના ડ્રમમાં છુપાવીને દારૂ લવાતો હતો. જેમાંપોલીસે એક શખ્સની ધરપકડ કરી છે.
ઉલ્લેખનિય છે કે ગઇકાલે પણ અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના જાલોદર પાસેથી ગાંધીનગર આરઆરસેલની ટીમે ટેન્કરમાં છુપાવી લઇ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી બે બુટલેગરોની ધરપકડ કરી હતી. અરવલ્લી જિલ્લો સરહદી જિલ્લો છે. ત્યારે રાજસ્થાન તરફથી ગુજરાતમાં વિદેશી દારૂ ગુસાડવા માટે બુટલેગરો અરવલ્લી સરહદને યોગ્ય માને છે. ત્યારે રાત્રીના રોજ ગાંધીનગર આરઆરરસેલની ટીમ તપાસમાં હતી.
રાજસ્થાન વાયા માલપુર થઈ મોડાસા જવાના માર્ગે એક ટેન્કરમાં મોટી માત્રામાં વિદેશી દારૂ ગુજરાત માં આવી રહ્યો હોવાની બાતમી આધારે આરારસેલની ટીમ દ્વારા માલપુર રોડ પર વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતુ. જેમાં જાલોદર પાસે આવતી એક ટેન્કરને રોકી તપાસ હાથ ધરતા ટેન્કરના અંદરના ભાગમાં અલગ અલગ જાતની ૨૫ લાખથી વધુની કિંમતનો ૭૦૯ પેટી વિદેશી દારૂ મળી આવ્યો હતો.
આ સાથે દારૂની ટેન્કરમાં ખેપ મારતા બે આરોપીઓને પણ પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસ તંત્ર દ્વારા ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની માત્ર વાતો કરવામાં આવે છે. ત્યારે બુટલેગરો અવનવા કિમીયા અપનાવી ગુજરાતમાં દારૂ ગુસાડવાના પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારે સ્થાનિક પોલીસ તંત્રએ આ બાબતે સજાગ થવાની જરૂર છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"




