દારુની હેરાફેરી માટે એસટી બસ સલામત સવારી, ૫૦ બોટલ સાથે કંડક્ટર ઝડપાયો

0
85

જામનગર,તા.૧૮
રાજકોટ એસટી લાઈનની એટીઆઈ ટીમ દ્વારા ગઈકાલે રાજકોટ અમદાવાદ હાઈવે પર એસટી બસોનું ચેકિંગ હાથ ધરાયું હતું. આ દરમિયાન લીમડી નજીક જોખણ ગામના પાટીયા પાસે બારીયા જામનગર રૂટની બસને ચેક કરાઈ હતી. જેમાં બસના કંડક્ટર હિતેદ્રસિંહ રણજિતસિંહ ગોહિલ પાસેથી ૪૮ નંગ ઇંગ્લિશ દારૂની બોટલ અને ૨ ચપલા સહિત ૫૦ બોટલ ઝડપાતા એસટી ચેકિંગ ટીમ પણ ચોંકી ગઈ હતી.
દારૂ ઝડપાતા એટીઆઈ ટીમ દ્વારા આ બસને લીમડી ડેપોમાં પરત લવાઈ હતી અને બસમાં સવાર મુસાફરોને અન્ય બસની સુવિધા કરી મોકલી અપાયા હતા. ત્યારબાદ કંડક્ટર હિતેદ્રસિંહ વિરુદ્ધ લીમડી પોલીસમાં ગુનો દાખલ કરાવી પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો. પોલીસે આ કંડક્ટર કેટલા સમયથી દારૂની હેરાફેરી કરતો હતો? દારૂ ક્યાંથી લાવતો હતો અને ક્યાં આપવાનો હતો? તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY