હોંગકોંગમાં પોલિશ્ડ ડાયમંડના વેપાર સાથે સંકળાયેલા વેપારીની કંપની મિસ્ટર ટોની
સુરત,તા.૧૮
પંજાબ નેશનલ બેંક સાથે કરવામાં આવેલા ફ્રોડ કેસના આરોપી અને ગીતાંજલિ ગ્રૂપના માલિક મેહુલ ચોક્સી હાલ તો ભાગેડુ જાહેર કરવામાં આવ્યા છે અને કેન્દ્ર સરકાર તરફથી રેડ કોર્નર નોટીસ પણ ફટકારવામાં આવી છે, જોકે બીજી તરફ મેહુલ ચોક્સીના જમાઈ અને વર્ષોથી હોંગકોંગમાં પોલિશ્ડ ડાયમંડના વેપાર સાથે સંકળાયેલા વેપારીની કંપની ‘મિસ્ટર ટોની‘ રુ.૧૫૦૦ કરોડમાં કાચી પડતા સુરત ઉપરાંત મુંબઈના હીરા ઉદ્યોગમાં ખળભળાટ મચ્યો છે.
મેહુલ ચોક્સીના જમાઈ અને ‘મિસ્ટર ટોની’ કંપનીના સંચાલક છેલ્લા ત્રણ દિવસથી ગાયબ થઈ જતા લેણદારો દોડતા થઈ ગયા છે. મિસ્ટર ટોની કંપની દ્વારા હોંગકોંગના કાયદા મુજબ નાદારી નોંધવામાં માટેની કાર્યવાહી પણ શરુ કરવામાં આવી છે.
હોંગકોંગમાં વર્ષોથી પોલિશ્ડ ડાયમંડના કારોબાર સાથે સંકળાયેલી ભારતીય કંપનીની નાદારીથી સ્થાનિક હીરા ઉદ્યોગ ઉપરાંત ભારતમાં સુરત અને ખાસ કરીને મુંબઈના હીરા ઉદ્યોગમાં પણ તેની અસર જોવા મળી રહી છે. આ બંને હીરા ઉદ્યોગમાંથી મોટાપાયે પોલિશ્ડ ડાયમંડને એક્સપોર્ટ કરવામાં આવતા હતા, મિસ્ટર ટોની નામની કંપની કાચી પડતા ૫૦૦ કરોડથી વધુની રકમ ભારતીય એક્સપોર્ટરોની ફસાઈ હોવાનું બહાર આવ્યું છે.
ગીતાંજલી ગ્રુપ સાથે વર્ષોથી બોલીવૂડના સેલિબ્રેટીઝ સંકળાયેલા છે, અને ગીતાંજલીના તમામ એક્સપાન્સમાં મોટી રકમ બોલીવૂડમાંથી આવતી હતી, જોકે પંજાબ નેશનલ બેંક સાથેના ફ્રોડ થયા બાદ બોલિવૂડના સેલેબ્સ ધીરે ધીરે ગીતાંજલિ ગ્રૂપથી દૂર થઈ ગયા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



