રાજકોટ,તા.૩૦
રાજ્ય કક્ષાનાં શિક્ષણમંત્રીએ સીએમ રૂપાણીની જાણ બહાર શાળા-કોલેજામાં નવરાત્રીના વેકેશનની જાહેરાત તો કરી દીધી. પરંતુ સીએમના હોમટાઉન રાજકોટમાં જ તેનો વિરોધ જોવા મળી રહ્યો છે. રાજકોટના સેલ્ફ ફાયનાન્સ સ્કૂલ એસોશિએશનના પ્રમુખ અજય પટેલે જણાવ્યું હતું કે અમારો વિરોઘ છે, મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી સમક્ષ રજૂઆત પણ કરવામાં આવશે. જા શાળાઓમાં નવરાત્રીનું વેકેશન રદ કરવામાં નહીં આવે તો રાજકોટ જિલ્લાની ૪૦૦થી વધુ ખાનગી શાળાઓ નવરાત્રી દરમિયાન શિક્ષણ કાર્ય ચાલુ રાખીશું.
પ્રમુખ અજયભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે નવરાત્રીમાં રજા રહેતા વિદ્યાર્થીઓનું ભણતર બગડશે. શાળાઓમાં નવરાત્રી પહેલા પરીક્ષા લેવાતી હતી અને ત્યારબાદ ભણાવવામાં આવતું હતું. જોકે નવરાત્રીની રજાનાં ૧૫ દિવસ બાદ તુરંત દિવાળીની રજા આવતાં વિદ્યાર્થીઓનાં ભણતરમાં બ્રેક પડશે. જેનાથી અભ્યાસક્રમ બગડશે. જેથી વિદ્યાર્થીઓનાં હિતમાં શાળાઓમાં નવરાત્રીનું વેકેશન રદ કરવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાં સમક્ષ રજૂઆત કરવામાં આવશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
mo. 9978406923
પ્રેસ કાર્ડ આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




