
નવસારી,તા.૧૮
કેટલાક નવુજુવાનીયાઓને બાઇક ઉપર સ્ટન્ટ કરવાનો શોખ હોય છે. આવા યુવકો બાઇકો ઉપર જોખમી સ્ટન્ટ કરતા હોય છે. મોતને હાથમાં રાખીને જોખમી સ્ટન્ટ કરતા હોય છે. જોકે, નવસારીમાં એક એવી ઘટના બની છે જેને જોઇને બાઇક ઉપર જોખમી સ્ટન્ટ કરનારા યુવકો સ્ટન્ટ કરતા પહેલા સો વખત વિચારશે. મળતી માહિતી પ્રમાણે નવસારી પોલીસે શહેરમાં જોખમી સ્ટન્ટ કરતા યુવકને પકડીને તેનું સરઘસ કાઢ્યું હતું.
મળતી માહિતી પ્રમાણે નવસારી શહેરના વાજપાઇ ગાર્ડન નજીક યુવકો રોજ મોંઘી બાઇક ઉપર જોખમી સ્ટન્ટ કરતા હતા. જેની માહિતી પોલીસને થતા પોલીસે એક સ્ટન્ટ કરતા એક યુવકને પકડ્યો હતો.
પોલીસે તેને પહેલા ઉઠક બેઠક કરાવી હતી અને ત્યાર બાદ અન્ય યુવકોને ચેતવણી સમાન બાઇકરનું સરઘસ કાઢ્યું હતું.
બારડોલીના વાલોડનો રહેવાસી આ યુવક વાજપાઇ ગાર્ડન નજીક રોજ જોખમી સ્ટન્ટ કરતો હતો.
પોલીસે આ યુવકને દોરડા વડે બાંધીને શહેરના રસ્તાઓ ઉપર ફેરવ્યો હતો. અને ઉઠક બેઠક કરાવીને માફી પણ મંગાવી હતી. સાથે સાથે ભવિષ્યમાં આવા કોઇ સ્ટન્ટ નહીં કરે તેવી બાંહેધરી પણ યુવક પાસે માંગી હોવાનું સુત્રો પાસેથી જાણવા મળે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





