ડીસા,તા.૧૮
બનાસકાંઠા જિલ્લાના થરાદના ડીસા હાઇવે પર આવેલા હેલીપેડ પર રણછોડજી ગોળીયાની દુધ મંડળીના મંત્રી પરત ફરતી વખતે તેના પિતરાઈ ભાઈ અને અન્ય બે ઇસમોએ બાઈક ને આતરી લઈ મંત્રીને પેટના ભાગે છરો મારતાં મંત્રી જમીન પર ઢળી પડ્યો અને ૫ લાખ રૂપિયાની બેગ અને મોબાઈલ પાકીટની લુટ કરી લુટારૂઓ ફરાર થઇ ગયા હતા.
સમગ્ર ઘટના વિશે જણાવીયે તો, બનાસકાંઠા જિલ્લાના થરાદના મલુપુર ગામે રહેતા અને થરાદ ડીસા હાઇવે પર આવેલા રણછોડજી ગોળીયા દુધ ઉતપાદક મંડળીમાં મંત્રી તરીકે ફરજ બજાવતા ખેમજીભાઇ કરશનભાઇ પટેલ રાબેતા મુજબ ગઇકાલે દુધડેરીના દુધ ઉત્પાદકોનો પગાર અને વાર્ષિક ભાવ વધારો મળી રૂપિયા ૨૦ લાખનુ ચુકવણું કરવા ગયેલા.
ચુકવણુ કરી અને વધેલી રકમ ૫ લાખ તેમજ રજિસ્ટર અને મોબાઈલ થેલામાં મુકી સાજના આશરે આઠથી નવ વાગયાની આસપાસ મંત્રી પોતાના ઘર તરફ મોટરસાયકલ લઈને આવી રહ્યા હતા ત્યારે વચ્ચે હાઇવે પર આવતુ હેલીપેડ નજીક પોતાના ઘર તરફના રસ્તે વળવા જતાં એક મોટરસાયકલ પર મંત્રીનો જ પિતરાઈ ભાઈ શ્રવણ ભાઈ અને અન્ય બે ઇસમો આવી મંત્રીને ઇજાઓ પહોચાડતા મંત્રી જમીન પર ઢળી પડ્યા હતા.
ત્યારબાદ મંત્રી પાસે રહેલો રકમ ભરેલો થેલો, મોબાઈલ, પાકીટ, ઝુટવી નાશી છુટયા હતા મંત્રી લોહીલુહાણ હાલતમાં મંત્રી ઉભો થઇ હાઇવે પર જઇ વાહનો રોકાવવાની કોશિષ કરતાં એકપણ વાહન ઉભુ ન રહેતાં નજીકમાં આવેલ ધરણીધર ગૌશાળા પાસે જઇને બુમાબુમ કરતાં ગૌશાળામાં ગોવાળીયા તરીકે કામ કરતા છગનભાઇ રબારી દોડી આવ્યા અને મંત્રીએ બનાવની હકીકત જણાવતાં છગનભાઇ રબારીએ પોતાના મોબાઈલથી મંત્રીના પિતાને જાણ કરતાં મંત્રીના પરીવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
ઇજાગ્રસ્ત મંત્રીને થરાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ થરાદ પોલીસ મથકે મંત્રીના પિતાએ જાણ કરતાં થરાદ પોલીસ મથકના ડી.વાય.એસ.પી સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા અને ફરાર ત્રણેય આરોપીઓ સામે ફરિયાદ નોધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો અને પોલીસે અન્ય શંકાસ્પદ ત્રણ ઇસમોની અટકાયત કરી વધુ પુછપરછ હાથ ધરી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





