નવસારી,તા.૨૩
નવસારી સિવિલ હોસ્પિટલના દર્દીએ ત્રીજા માળેથી કુદીને આત્મહત્યા કરવાની ઘટના સામે આવી છે. આ યુવક છેલ્લા કેટલાક દિવસથી શ્વાસ અને તાવની બીમારીથી પીડાતો હતો. જેથી તેને કંટાળીને પડતું મૂક્યું હતુ. જ્યાં નીચે પટકાતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાને લઇને નવસારી ટાઉન પોલીસે કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.
સમગ્ર ઘટનાને લઇને મળતી માહિતી મુજબ નવસારી હોસ્પિટલના દર્દીએ ત્રીજા માળેથી પડતું મૂક્યું છે. આ દર્દી છેલ્લા કેટલાક દિવસથી શ્વાસ અને તાવની બીમારીથી પીડાતો હતો. બીમારીથી કંટાળીને યુવકે આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. હોસ્પિટલના ત્રીજે માળથી પડતું મૂકતા નીચે પટકાતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
નવસારી ધારાગિરી નહેરુંનગરના ૨૧ વર્ષીય યુવાને આત્મહત્યા કરતા પરિવારમાં શોકની લાગણી છવાઇ ગઇ છે. યુવક આત્મહત્યા કરવા જતા તેને આજુબાજુ હાજર લોકોએ પકડીને રોકવાની કોશિશ કરવા છતા તે કુદી પડ્યો હતો. આ મામલે નવસારી ટાઉન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


