છેલ્લા એક માસથી પીવાના પાણીની વિકટ સમસ્યા..અઠવાડિયે આવતા ટેન્કર માંથી પાણી માટે પડાપડી..
———————————
સુઇગામ તાલુકાના અંતરિયાળ સોનેથ ગામમાં છેલ્લા એક માસથી પીવાના પાણી ની વિકટ સમસ્યા સર્જાતા ગ્રામજનો હેરાન પરેશાન થઈ રહ્યા છે, વારંવારની રજુઆત ના પગલે પાણી પુરવઠા દ્વારા 4 થા દિવસે કે અઠવાડિયે પાણીનું ટેન્કર મોકલાય છે, જેમાંથી પાણી ભરવા બાળકો, વૃદ્ધ સહિત મહિલાઓ રિતસરની પડાપડી કરે છે, અને પાણી માટે લડાઈ ઝગડા થાય છે,
સુઇગામ તાલુકાના દક્ષિણી છેડા ના છેલ્લા અંતરિયાળ ગામ સોનેથ માં છેલ્લા એક માસથી પીવાના પાણી ની તંગી સર્જાતા ગ્રામજનો હાલાકી ભોગવી રહ્યા છે, 4 હજાર ઉપરાંતની વસ્તી ધરાવતા ગામમાં 2500 જેટલા પશુઓ સહિત ગ્રામજનો ને કટાવ જૂથ પાણી પુરવઠા દ્વારા પાણી પૂરું પડાય છે, પરંતુ ઓછા પ્રેશર ના કારણે ગામમાં પાણી મળતું જ ન હોઈ ગ્રામજનો હેરાન પરેશાન થઈ રહ્યા છે, એક બાજુ કેનાલો માં પણ પાણી નથી, અને પાણી ન અન્ય સ્ત્રોત ન હોઈ ગ્રામજનો ને પાણી માટે રીતસર વલખાં મારવાં પડે છે, વારંવાર ની રજુઆત ને પગલે પાણી પુરવઠા દ્વારા પાણી નું ટેન્કર ચાલુ કરાયું છે, પણ ટેન્કર અઠવાડિયે એક દિવસ આવતું હોય ગ્રામજનો પાણી માટે પડાપડી કરે છે, એમાં “બળિયા ના બે ભાગ” ની જેમ દાદાગીરી કરનારા પાણી મેળવે અને ગરીબ લોકો પાણી મેળવી પણ શકતા નથી,ટેન્કર ની રાહ જોવામાં ગ્રામજનો તેમના ખેતર માં કે ઘરે કોઈ કામ પણ કરી શકતા નથી.ત્યારે પાઇપલાઇન માં પૂરતા પ્રેશર થી પાણી છોડવામાં આવે તેવી ગ્રામજનો ની માંગ છે.
———————————
પીવાનું પૂરતું પાણી મળતું નથી.
——–————————-
ગામમાં છેલ્લા એક માસથી પીવાનું પાણી મળતું નથી.રજૂઆતો ના પગલે ચાલુ કરેલું પાણીનું ટેન્કર અમુક સ્થળે જ ખાલી કરાય છે, ગામના આથમણા વિસ્તારમાં બિલકુલ ટેન્કર આવતું જ નથી.રણજીતસિંહ જાડેજા
ફોટો સ્ટોરી દશરથ ઠાકોર
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



