વરાછામાં મદદ આરોગ્ય નિરીક્ષક પર પાવડાના હાથાથી હુમલો કરાયો

0
17

હુમલો કરનાર સામે ફરિયાદ નોંધાવાઈ
સુરત, તા.૨૬
ઈસ્ટ ઝોન-એના વોર્ડ નં.૩૧ કરંજ-બીમાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા કર્મચારી શારદાબેન નાગજીભાઈ મારૂ ઉ.વ.આ. ૫૫, તા.૨૩-૨-૨૦૧૯ના રોજ જગદીશનગરથી ઘનશ્યામનગર શેરી નં.૨૧ના નાકે પોતાની જિલ્લા સફાઈની કામગીરી કરતા હતા તે દરમ્યાન અજાણ્યા ઈસમે જાહેરમાં કચરો તથા ગંદુ-મેલુ પાણી વહાવી ન્યુસન્સ કરતા શારદાબેને તેઅોને ગંદકી ન કરવા જણાવતા આરોપી શારદાબેનને અપશબ્દો બોલી મારવા દોડેલ, જેથી કર્મચારી મજકૂર ડરી ગયેલ અને વોર્ડ અોફિસના મદદનીશ આરોગ્ય નિરીક્ષક મનોજ સોનીને ટેલીફોન કરી બોલાવેલ. જેઅોએ આરોપીને ફરજ પરના કર્મચારીને કામગીરીમાં હેરાન ન કરવા તથા ગંદકી ન તાકીદ કરેલ. જે અંગે આરોપી આવેશમાં આવી મદદનીશ આરોગ્ય નિરીક્ષક મનોજ સોનીની હાજરીમાં શારદાબેનને પાવડાનો હાથો લઈ મારવા દોડેલ. જેથી મનોજભાઈ સોનીએ આરોપીને રોકવાનો પ્રયત્ન કરતા આરોપીએ મનોજ સોનીને પાવડાનો હાથો મારી દીધેલ. જેમાં તેમને નજીવી ઈજા થતા તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલમાં સારવાર કરાવવામાં આવેલ અને આરોપી ભાગી જતા સુરત મહાનગરપાલિકાના કર્મચારીને કામગીરીમાં અડચણ ઉપસ્થિત કરવા બદલ તથા જાહેરમાં ગંદકી ન્યુસન્સ કરવા બદલ તેઅોની વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY