પદ્મશ્રી વિષ્ણુબાઈ પંડ્યાનું શાલ-પુષ્પ ગુચ્છથી સન્માન કરાયું
સુરત, તા.૨૬
સુરત મહાનગરપાલિકા દ્વારા તા.૨૩-૨-૨૦૧૯ના રોજ સાયન્સ સેન્ટર અોડિટોરિયમ, સીટીલાઈટ સુરત ખાતે ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ, સુપ્રસિદ્ધ પત્રકાર તથા વરિષ્ઠ લેખક, આદરણીય પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યાનું આપણું અજાણ્યું ગુજરાત વિષય પર વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવેલ હતું.
આ કાર્યક્રમનો શુભારંભ માન.મેયર ડૉ. જગદીશભાઈ પટેલ, ધારાસભ્ય વિવેકભાઈ પટેલ, સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષા રશ્મિકાબેન પટેલ, વ્યાખ્યાનમાળા સમિતિના સભ્ય કનુભા જાષી તથા વ્યાખ્યાન કાર્યક્રમના વક્તા આદરણીય પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યાના વરદ હસ્તે દિપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો. આપણું અજાણ્યું ગુજરાત વિષય પર વ્યાખ્યાન આપનાર ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ અને આદરણીય પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યાનું શાલ અને પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ માન.મેયર ડૉ. જગદીશભાઈ પટેલે ઉપસ્થિત સર્વેને આવકારતા જણાવ્યું હતું કે, અજાણ્યા ગુજરાત વિશે માહિતગાર કરવા સુરત ખાતે પધારેલ ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ અને આદરણીય પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યાના જ્ઞાનનો લાભ લઈએ. જેથી ગુજરાતના ઈતિહાસથી આપણે અજાણ્યા ન રહીએ. ત્યારબાદ આદરણીય પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યાએ વ્યાખયાનની શરૂઆતમાં ગુજરાતના પ્રથમ સપૂત ઈન્દુલાલ યાજ્ઞિકના જન્મદિનનો ઉલ્લેખ કરીને લોકો સુધી એમની વાત પહોંચે એવી ભાષાના જાણકાર એવા ઈન્દુચાચા તથા ગુજરાતના બીજા સપૂત શ્રી શ્યામજી કૃષ્ણ વર્માના જીવનચરિત્રનો ઉલ્લેખ કરી અજાણ્યા ગુજરાનો ઈતિહાસ ઈ.સ.૧૮૫૭ થી શરૂ થયાનું જણાવ્યું. ઈ.સ.૧૮૫૭ના વિપ્લવ દરમ્યાન માણેક જાતિની સ્ત્રીઓએ બ્રીટિશરોની સામે તોપના ગોળા ઝીલીને અદ્ભુત બહાદુરતા બતાવી રક્ષા કરીને સ્ત્રી સશક્તિકરણનું ઉદાહરણ પુરૂ પાડ્યું હતું. અંગ્રેજા અને મુગલોએ ભારત દેશ પર રાજ કર્યું અને આમ ગુલામીને કારણે ગુજરાતે કરેલ શહાદત વિસરાતી ગઈ. સુરતનું આંગણું હોય, ત્યાં સુરતને ન વિસરાઈ. સુરતનો ઈતિહાસ અદ્ભૂત છે એમ જણાવી પુમ્ય સલિલા તાપી તટે વસેલ સુરતમાં જન્મેલા કવિ નર્મદે કુંતલ નામના ગામમાં કુંતેશ્વર મહાદેવની નિશ્રામાં જય જય ગરવી ગુજરાત, કાવ્ય રચ્યું હતું. દેશની આઝાદી માટે નાના સાહેબ પેશ્વા, બટુકેશ્વર દત્ત, શહાદત અલી, સ્વામી વિવેકાનંદ, રોશન મેહરા જેવા વીરો તથા ૬ લાખ યુવાનો આઝાદી માટે શહીદ થઈને પોતાના યૌવનનું સ્વૈચ્છીક બલીદાન આપ્યું હતું. વ્યાખ્યાનના અંતમાં કવિશ્રી ઝવેરચંદ મેઘાણીના બલિદાનને યાદ કરીને તેમના દ્વારા રચિત કાવ્ય નથી જાણ્યું અમારે પંથ શી આફત પડી છે, ખબર છે આટલી કે માતાની હાકલ પડી છે, જીવે મા માવડી એ કાજ મરવાની ઘડી છે, ફિકર શી જ્યાં લગી તારી અમો પર આંખડી છે. અંતમાં માન. મેયર ડો. જગદીશભાઈ પટેલે સુરત સોનાની મુરત નામનું પુસ્તક પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યાને સુપ્રત કર્યું હતું. અંતે સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષા રશ્મિકાબેન પટેલે ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




