નવા બિલ્ડિંગમાં રિઝર્વેશન સેન્ટર ખસેડાશે ઃ હાલના રિઝર્વેશન સેન્ટર પર કરન્ટ ટિકિટ વિન્ડો શરૂ થશે
સુરત, તા. ૨૮
પિમ રેલવેના જીએમ એ.કે. ગુપ્તાના હાથે આજે સવારે ઉધના રેલવે સ્ટેશનના નવા બિલ્ડિંગનું ઉદ્દઘાટન લોકાર્પણ કરવામાં આવ્યું હતુ઼.
રેલવે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે સવારે ૯ કલાકે પિમરેલવેના જનરલ મેનેજર એ.કે. ગુપ્તા સુરત રેલવે સ્ટેશન ખાતે આવ્યા હતા. ત્યાંથી સવારે ૧૦ કલાકે ઉધના રેલવે સ્ટેશન પહોચી નવનિર્મિત બિલ્ડિંગનું લોકાર્પણ કર્યુ હતું. નવા બિલ્ડિંગમાં પીઆરએસ સેન્ટર, વીઆઈપી વેઈટિંગ રૂમ, એસી, વેઈટિંગ રૂમ, મહિલા વેઈટિંગ રૂમનો સમાવેશ થાય છે. નવા બિલ્ડિંગના લોકાર્પણ સાથે ઉધનાસ્ટેશનના વર્ષો જૂના મુખ્ય પ્રવેશ દ્વાર પણ બદલાઈ ગયું છે. હવે નવા બિલ્ડિંગમાંથી ઉધના રેલવે સ્ટેશન ઉપર પ્રવેશી શકાય છે. પીઆરએસ સેન્ટરને પણ હવે નવા બિલ્ડિંગમાં સિફટકરીને વતૃમાન પીઆરએસ ખાતે કરંટ ટિકિટ વિન્ડો શરૂ કરવામાં આવશે. હાલ સ્ટેશનના મુખ ગેટ સામે વર્ષો જૂની ટિકિટ બુકિંગ વિન્ડોની લાંબી લાઈનના લીધે મુસાફરોને સ્ટેશન ઉપર અવર જવર માટે ભારે મુશ્કેલી પડતી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


