ગઈકાલે વનિતા વિશ્રામ મેદાનના ગેટ પાસે પોલીસ સ્ટાફ ઉપર હુમલો

0
21

સુરત, તા.૧
એક તરફ અઠવાગેટ વનિતા વિશ્રામ પાસે મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં શહીદોને શ્રધ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ ચાલુહ તો, ત્યારે બહાર રોડ ઉપર એક યુવકે ટ્રાફિક નિયમન કરતાં એક ફોજદાર ઉપર હુમલો કરી ઈજા પહોચાડી હોવાનો બનાવ બન્યો હતો.
ઉમરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ગઈકાલે સાંજે છ કલાકે ઉમરા પોલીસ મથકના સબ ઈન્સ્પે. એ.કે. જાડેજા અને પોલીસ સ્ટાફ વનિતા વિશ્રામ મેઈન ગેટ પાસે બંદોબસ્ત હતા. ત્યારે ટ્રાફિકનું નિયમન કરતાં પોલીસ કર્મચારીઑ સાથે આરોપી મહંમદ શબ્બીર જાલીયાવાળા (રહે. જીલાની કોમ્પલેક્ષ, અડાજણ પાટિયા) ધક્કામુક્કી કરી ગાળો આપતા ફરિયાદી પીએસઆઈ જાડેજા દોડી ગયા હતા અને આરોપીને અટકાવવા જતા આરોપી મોહમદ શબ્બીર જાલીયાવાળાએ ફરિયાદીને સાથે પણ ઝપાઝપી કરી ધક્કો મારી પાડી દેતાં ફરિયાદી ઘૂંટણની ભાગેઈજા થઈ હતી. બનાવ અંગે ઉમરા પોલીસ મથકે સબ ઈન્સ્પે. જાડેજાએ આરોપી મોહમ્મદ શબ્બીર જાલીયાવાળા સામે ફરજમાં રૂકાવટ સહિતનો ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY