સુરત,તા.૬
આદિવાસી જંગલ જમીન આંદોલનના નેજા હેઠળ સુપ્રીમ કોર્ટ દ્વારા જે ૧૩ફેબ્રુઆરીના રોજ આદિવાસી તથા અન્ય વન નિવાસીઓએ જંગલની જમીનો ખાલી કરવાનો જે આદેશ કરવામા આવેલ તેના વિરોધમાં ધરમપુરમાં રેલી કાઢવામાં આવી હતી. જાકે, રેલીની મંજૂરી ન હોવા છતા રેલી કાઢવામાં આવતા પોલીસે કાર્યવાહી કરી હતી. અને આદિવાસી આગેવાનોની અટકાયત કરી હતી.
આદિવાસી જંગલ જમીન આંદોલન સમિતિના પ્રતિનિધિઓ જણાવ્યું હતું કે,આ આદેશ બહુ જ દુર્ભાગ્યપુર્ણ છે,આ બાબતે આદિવાસીઓને યોગ્ય ન્યાય મળે એના માટે આદિવાસી જંગલ જમીન આંદોલન સમિતિના પ્રતિનિધિઓ દ્વારા યોગ્ય ન્યાય મળે તે માટે રેલી યોજવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. રેલી પૂર્વે પણ કેટલાક આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી. ત્યારબાદ રેલી કાઢવામાં આવી હતી. જેમાં પણ પોલીસે ઘણા આગેવાનોની અટકાયત કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



