બસ સેવાની શ્રેષ્ઠ કામગીરી અંગે સુરત મહાનગરપાલિકાના એવોર્ડ મળ્યો

0
6

બસ સર્વિસની પ્રશંસનીય કામગીરી બદલ લખનવમાં એવોર્ડ એનાયત
સુરત
બેસ્ટ સિટી સર્વિસમાં પ્રશંસનીય કામગીરી બદલ સુરત મહાનગર પાલિકાની એવોર્ડ માટે પસંદગી થઈ હતી. રવિવારે લખનઉ ખાતે યોજાયેલા ૧૨માં અર્બન મોબિલીટી કોન્ફરન્સમાં પાલિકાને એવોર્ડ એનાયત કરાયો હતો. શાસક પક્ષ નેતા ગિરીજાશંકર મિશ્રા, ડેપ્યુટી કમિશનર રાજેશ પંડ્યા અને ઈન્ચાર્જ ડેપ્યુટી કમિશનર કમલેશ નાયકે એવોર્ડ સ્વીકાર્યો હતો.
પાલિકા દ્વારા ૪૩ રૂટ પર દોડાવવામાં આવીત ૪૩૪ સિટી બસમાં દૈનિક ૧.૪૦ લાખથી વધુ જ્યારે બીઆરટીએસના ૧૨ રૂટ પર દોડતી ૨૦૭ બીઆરટીએસમાં દૈનિક ૧.૧૦ લાખથી વધુ મુસાફરો લાભ લઈ રહ્ના છે. દેશના રાજ્યો, વિવિધ મહાનગરપાલિકા અને પબ્લિક ટ્રાન્સપોર્ટ ઓથોરિટી દ્વારા વિવિધ કેટેગરીમાં નામાંકન કરવામાં આવ્યું હતું. સુરત મનપાએ બેસ્ટ સિટી બસ સર્વિસ અંતર્ગત સુરત સિટી બસ સર્વિસ પ્રોજેક્ટ કેટેગરી માટે નામાંકન કરાવ્યું હતું. જે અંગે મિનીસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા પાલિકાના સુરત સિટી બસ સર્વિસ પ્રોજેક્ટ કેટેગરી માટે પ્રશંસનીય કામગીરી બદલ એવોર્ડ માટે પસંદગી કરાઈ હતી. આ એવોર્ડ રવિવારે ઉત્તર પ્રદેશના લખનઉ ખાતે યોજાયેલા ૧૨માં અર્બન મોબિલીટી કોન્ફરન્સમાં યુપીના નાયબ મુખ્યમંત્રીના હસ્તે પાલિકાને અપાયો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY