સ્વીફ્ટ કારમાંથી વિદેશી દારૂ પકડાયો

0
7

સુરત, તા.૨૫
નિયોલ પાસેથી પસાર થઈ રહેલી એક સ્વીફ્ટ કારમાંથી સ્ટેટ મોનીટરિંગ સેલે વગર પાસ પરમીટની ૧૪૬૬ નંગ બોટલો કિંમત રૂ.૧.૮૩ લાખની કબજે કરી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પલસાણા તાલુકાના નિયોલ ખાતે રહેતા મુકેશ નિરંજનભાઈ રાઠોડે દમણના રોશન ઠાકુર, નવાપુરના વિશ્વાસ ગડરી, પંકજ સોનવણે, કમલેશ મોઆડી અને નીતિન પાટીલ પાસે વિદેશી દારૂનો જથ્થો મંગાવ્યો હતો. સવીફ્ટ કારમાં વગર પાસ પરમીટની વિદેશી દારૂની મોટી બોટલ તથા નાના ટીન મળી કુલ ૧૪૬૬ નંગ કિંમત રૂ.૧.૮૩ લાખ લઈને નિયોલ પાસેથી રોશન ઠાકુર સહિત અન્ય ઈસમો પસાર થતા હતા. ત્યારે સ્ટેટ મોનીટરિંગ સેલના અધિકારીઓએ તેમની સ્વીફ્ટ કારને રોકી તમામ મુદામાલ કબજે કર્યો હતો. જેકે પોલીસને જાઈને બુટલેગરો કાર મુકીને ત્યાંથી ફરાર થઈ જતા તમામને પ્રોહિબીશનના ગુનામાં કડોદરા જીઆઈડીસી પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે આ સાથે બુટલેગરની સ્વીફ્ટ કાર પણ કબજે કરી હતી.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY