તમે જમીનમાં મગનું વાવેતર કેમ કરો છો?તેમ જણાવી એક ઈસમે માર માયો
સુરત, તા.૨
મહુવા તાલુકાના વાછાવાડ ખાતે આવેલા એક ખેતરમાં મગનું વાવેતર કર્યુ છે. તમે કેમ ખેડાણ કરો છો?તેમ જણાવી એક ઈસમે માતા-પુત્ર પર લાકડીના સપાટા વડે હુમલો કરી શરીરે ઈજાઓ પહોચાડી ફરાર થઈ ગયો હોવાનો બનાવ મહુવા પોલીસ મથકે નોîધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, મહુવા તાલુકાના વાછાવડ ગામના નાયકીવાડ વિસ્તારમાં સરોજબેન કાંતીલાલïï નાયકા રહે છે. ગત તા.૧લી એિલના રોજ આરોપી ધનજીશા ફિરોજ રપેસ્તાજી સરોજ બેન પાસે ગયા હતા. અને જણાવ્યું હતું કે, તમે જમીન ભાડા પટ્ટે આપેલ હતી. અને જેનો સમય પુરો થઈ ગયો છે. તેમ છતાં પણ તમેï મગનું વાવેતર કર્યુ છે અને તમે જમીન ટ્રેક્ટર લઈને કેમ ખેડો છો?એમ જણાવી લાકડાના ફટકા વડે સરોજબેન અને તેમના પુત્ર હિરેન પર હુમલો કરી શરીરનાï ભાગે ઈજાઓ પહોચાડી ફરાર થઈ ગયો હતો. ઈજાગ્રસ્ત માતા-પુત્રને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સરોજબેન મહુવા પોલીસ મથકમાં ફરિયાદ નોîધાવી હતી. પોલીસે તપાસ શરૂ કરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


