સુરત, તા. ૨૫
પાંડેસરાના ગણપત નગરમાં બાઇક સવાર કેટલાક ઈસમોએ રિક્ષામાં મુસાફરી કરતા એક કિશોરને ચાલુ રિક્ષામાંથી નીચે ઉતારી ઘા મારી નાસી ગયા હતા. બિહારવાસી વિવેક પર થયેલા હુમલાની જાણ બાદ બચાવવા આવેલા મિત્રોને પણ હુમલાખોરોએ મારવા લેતા ભાગીને જીવ બચાવ્યો હોવાનું જણાવ્યું છે. જોકે, હુમલા પાછળનું કોઈ કારણ બહાર ન આવતા અનેક પ્રશ્નો ઉભા થયા છે. પોલીસે ગુનો નોîધી વધુ તપાસ હાથ ધરી છે.
સોની (ઇજાગ્રસ્ત વિવેકનો મિત્ર) એ જણાવ્યું હતું કે, હુમલાખોરો તમામ પાંડેસરા દેવેન્દ્ર નગરના રહેવાસી છે. ગલીના નાકે બેસીને ટપોરીગીરી કરતા રણજીત આણી મંડળીએ વિવેકને પતાવી દેવાના ઇરાદે જ હુમલો કર્યો છે. સંચાખાતામાં નાઈટ કરીને રિક્ષામાં ઘરે આવતા વિવેકને બાઇક સવાર હુમલાખોરોએ કેમ અમારી સામે જોઈ છે કહીં ચાલુ રિક્ષામાંથી ઉતારીને ચપ્પુના ઘા માર્યા હતા. લોહીમાં લોથપોથ જમીન પર પડેલા વિવેકને બચાવવા જતા હુમલાખોરો તેમની ઉપર પણ તૂટી પડ્યા હતા. હાલ વિવેકની હાલત સામાન્ય કહીં શકાય છે. આ બનાવ અંગે પાંડેસરા પોલીસે ગુનો નોîધી વધુ તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




